તું જેલમાં હતો તે સારો હતો, બહાર નીકળી માતાને પણ ફસાવી... મરીજા તો સારું

  • તું જેલમાં હતો તે સારો હતો, બહાર નીકળી માતાને પણ ફસાવી... મરીજા તો સારું

તું જેલમાં હતો તે સારો હતો, બહાર નીકળી માતાને પણ ફસાવી... મરીજા તો સારું

 
રાજકોટ તા,17
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી માતા-પુત્રને 22 લાખના હેરોઇન સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પાંચ મહિના પૂર્વે જ હત્યાના ગુનામાં જેલમાંથી મુક્ત થયેલા રફીકની પત્નીએ ડીસીબી ઓફિસે આવી પોતાની હૈયાવરાળ ઠાલવી હતી અને પોતાની ભૂલને લીધે સાસુને પણ સંડોવી દીધા હોવાનો આક્ષેપ કરી વલોપાત કરી મરી જા મરી તેવી બદદુઆ આપી હતી.
રાજકોટ શહેરમાં નશાના હબ તરીકે ગણાતા એવા જંગલેશ્વર વિસ્તારમાં વધુ એક વખત પોલીસે દરોડો પાડી માદક પદાર્થનો લાખો રૂપિયાનો જથ્થો પકડી પાડ્યો છે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેવપરાથી જંગલેશ્વર તરફ જતા રસ્તે વોચ ગોઠવી રફીક ઇબ્રાહીમભાઇ બેલીમ અને તેની માતા જુંબેદાબેન ઇબ્રાહીમભાઇ બેલીમ ઉર્ફે જુમ્માડોશીને ઝડપી લઇ તેઓ પાસેથી 22,33,700 રૂપિયાનો 223.700 ગ્રામ હેરોઇન મોરફીનનો જથ્થો કબ્જે કર્યો હતો જેની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે 1997ની સાલમાં ગોંડલમાં કંડક્ટરની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી સારી વર્તણૂકથી પાંચ મહિના પહેલા જ જેલમાંથી મુક્ત થયેલા રફીક ઇબ્રાહીમભાઇ બેલીમે છુટતાની સાથે જ ફરીથી ગુનાનો માર્ગ અપનાવી લીધો હોય તેમ હેરોઇનનો વેપલો શરુ કરી દીધો હતો અને પોલીસે પકડી લેતા પત્ની સહિતના પરિવારજનો ફરીથી એકલા થઇ ગયા છે પતિની આ કરતૂતથી રોષે ભરાયેલી પત્નીએ ડીસીબી ઓફિસે આવી પોતાની હૈયાવરાળ ઠાલવી હતી અત્યાર સુધી પતિ જેલમાં હતો ત્યારે માતા સમાન સાસુ જુંબેદાબેને જ પત્ની સહિતના પરિવારને સાચવ્યો હતો પરિવારનો આધારસ્તંભ કહી શકાય તેવા સાસુને પણ પતિની આ કરતૂતને લીધે જેલમાં જવાનો વખત આવ્યો છે આવા ગુનાને અંજામ આપવા કરતા મરી જા મરી તેવું કહી પત્નીએ વલોપાત કર્યો હતો.