સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ

  • સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ

રાજકોટ તા. 17
જેતપુર તાલુકાના ખીરસરા ગામે 3 વર્ષ પુર્વે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને જેતપુરની કોર્ટે દસ વર્ષની સખત કેદની સજા ફટકરાતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ખીરસરા ગામે રહેતી સગીરાને ગામનાં જ રાહુલ બાબુ રાઠોડ નામના શખ્સે લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યું હતું. આ અંગે સગીરાના પિતાએ પોલીસમાં પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ત્યારે સગીરા ગર્ભવતી હોય તેના પિતાએ ગર્ભવતી માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ પાંચ માસનો ગર્ભ હોવાથી કોર્ટે અરજી નામંજુર કરતા સગીરાએ પુર્ણ માસે પુત્રને જન્મ આપ્યો હતો. જે બાળકને અનાથઆશ્રમમાં મુકવામાં આવ્યું હતું બાદમાં આ કેસ ચાલવા ઉપર આવતા જેતપુર કોર્ટના જજ જે.એ.ઠકકરે પોકસો એકટના ગુનામાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર વતી સરકારી વકીલ પંડયા રોકાયા હતા.