'જબરીયા જોડી' ફિલ્મનું શૂટિંગ પૂરું, વીડિયો મૂકીને 'રેપ અપ'ની જાણ કરી

  • 'જબરીયા જોડી' ફિલ્મનું શૂટિંગ પૂરું, વીડિયો મૂકીને 'રેપ અપ'ની જાણ કરી

પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ 'જબરીયા જોડી'નું શૂટિંગ મંગળવારે પૂરું થઇ ગયું છે. ટીમે શૂટિંગ પૂરું થયા બાદ સેલિબ્રેશન કર્યું. પરિણીતીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં સેટ પરથી ચહેરા પર રંગ લાગેલા હોય તેવા ફોટો શેર કર્યા હતા. ફિલ્મનું શૂટિંગ હોળીના ગીત સાથે પૂરું થયું. સિદ્ધાર્થે શૂટિંગ પૂરું થયું એની જાણકારી એક વીડિયો મૂકીને જણાવતાં ટીમનો આભાર માન્યો. આ ફિલ્મ 12 જુલાઈના રોજ રિલીઝ થશે.