RBI જાહેર કરશે 50 રૂપિયાની નવી નોટ, ગર્વનર શક્તિકાંત દાસની હશે સહી

  • RBI જાહેર કરશે 50 રૂપિયાની નવી નોટ, ગર્વનર શક્તિકાંત દાસની હશે સહી

મુંબઇ: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ મંગળવારે કહ્યું કે તે 50 રૂપિયાના મૂલ્યની નવી નોટને ચલણમાં લાવશે. આ નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંક પચાસ રૂપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધી (નવી) સીરીઝમાં જાહેર કરશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધીની નવી સીરીઝવાળા 50 રૂપિયાની નોટની સમાન જ હશે. આરબીઆઇએ કહ્યું કે 'પહેલાં જાહેર કરવામાં આવેલી બધી નોટ ચલણમાં રહેશે.'

શક્તિકાંત દાસ રિઝર્વ બેંકના 25મા ગર્વનર છે. 1980 બેંચના રિટાયર્ડ IAS અધિકારી શક્તિકાંત દાસ આ પહેલાં ફાઇનાન્સ કમીશનના સભ્ય હતા. ઉર્જિત પટેલના રાજીનામા બાદ ડિસેમ્બર 2018માં તેમને રિઝર્વ બેંકના ગર્વનર બનાવવામાં આવ્યા હતા.