જૈનમ દ્વારા ભવ્યતાથી થયા પ્રભુ મહાવીરના જન્મના વધામણા

  • જૈનમ દ્વારા ભવ્યતાથી થયા પ્રભુ મહાવીરના જન્મના વધામણા
  • જૈનમ દ્વારા ભવ્યતાથી થયા પ્રભુ મહાવીરના જન્મના વધામણા
  • જૈનમ દ્વારા ભવ્યતાથી થયા પ્રભુ મહાવીરના જન્મના વધામણા

શોભાયાત્રાનો આરંભ થયો હતો.
આ ધર્મયાત્રામાં પૂજનીય સાધુ ભગવંતોની નિશ્રામાં આકર્ષક મહાવીર સ્વામીના જીવનદર્શનને લગતા 
ફલોટસ, ભગવાનનો રથ, ધર્મ ધજા સુશોભિત કરેલ. 108 બાઇક-કાર-કળશધારી બાળાઓ-બેડાધારી બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા. 
સંગીતની સૂરાવલિ સાથે નીકળેલી આ ધર્મયાત્રામાં પૂજય આચાર્ય ભગવંત શ્રીયશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા આદિ સાધુ ભગવંતો તેમજ સાધ્વી ભગવંતો પણ જોડાયા હતા.
ધર્મયાત્રાના પ્રારંભ થયો તે પહેલા બાળકો માટે વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં 100 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં ચાર ગુ્રપમાં બાળકોએ ચંડ કૌશિક, સિધ્ધાર્થ મહારાજા, ધન્ના અણગાર, ત્રિશલા માતા, સુલસા શ્રાવિકાનો વેશ ધારણ કર્યો હતો. પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલ બાળકોને ઇનામ તથા ભાગ લેનાર દરેકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.
શોભાયાત્રામાંં ભાગ લેનાર ફલોટસમાં પણ આકર્ષક અને કલાત્મક ફલોટસને ઇનામ આપ્યા હતાં.
શહેરનાં વિવિધ રાજમાર્ગો પર ફરી શોભાયાત્રા હેમુ ગઢવી હોલ ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઇ હતી જયાં પૂજય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાએ ટૂંકુ પ્રવચન આપ્યું હતું ત્યારબાદ મૂળ કર્ણાટકના પંડિત સુનિલ કુમાર શાસ્ત્રીના વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું.
આ મહોત્સવને સફળ બનાવવામાં સર્વશ્રી જીતુભાઇ બેનાણી, ચંદ્રકાંતભાઇ શેઠ, ઋષભભાઇ શેઠ, વિરેન્દ્રભાઇ ખારા, હરેશભાઇ વોરા, નિલેશભાઇ દેસાઇ, કૌશીકભાઇ કોઠારી, દિલીપભાઇ ઉદાણી, હસમુખભાઇ વસા, જીતુભાઇ દેસાઇ - માંડવી ચોક દેરાસર, પ્રવિણભાઇ સંઘવી - સજાવટ, બીપીનભાઇ ગાંધી, વી.ટી.તુરખીયા, તુષારભાઇ ધ્રુવ, પારસભાઇ ખારા, અશ્ર્વિનભાઇ શાહ, અનીલભાઇ જસાણી, અમીતભાઇ દોશી, જીનેશભાઇ મહેતા, પ્રદિપભાઇ વોરા, દર્શનભાઇ શાહ, ભુપેન્દ્રભાઇ જુઠાણી, કીશોરભાઇ દોશી, સુકેતુભાઇ ભોડીયા - જેએસજી મીડટાઉન, જયેશભાઇ વસા - જેએસજી યુવા, વૈભવભાઇ સંઘવી - જેએસજી રોયલ, દિનેશભાઇ પારેખ - જાગનાથ સંઘ, ડો.પારસભાઇ ડી. શાહ, જયેશભાઇ શાહ- રાજુભાઇ શાહ - કેસ્ટ્રોલ, નિતીનભાઇ કામદાર, રશ્મીનભાઇ મોદી - મોદી સ્કુલ વગેરેનો સહયોગ સાંપડયો હતો.
આ તકે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા પાંજરાપોળને અનુદાન આપવામાં આવેલ હતું. વેશભૂષા અને ફલોટસના વિજેતાઓ
વેશભુષા સ્પર્ધામાં 10 વર્ષથી નાની ગર્લ્સમાં હીર ગાંધી, કેશ્ર્વી દેસાઇ, દ્વિતિ મહેતા, 10 વર્ષની મોટી ગર્લ્સમાં પાયલ વોરા, પ્રિયા કોઠારી, દર્શી શાહ તેમજ 10 વર્ષથી નાના બોયઝમાં કાવ્ય બાવીસી, નીશીત મહેતા, અદિત ભાનુશાળી ઉપરાંત 10 વર્ષથી મોટા બોયઝમાં શીવમ શાહ, તક્ષીલ ગાંધી, મોક્ષ દોશીને ઇનામો આપી નવાજવામાં આવેલ હતા. આ ઉપરાંત ભાગ લેનાર દરેક બાળકને ગીફટ આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા.
ફલોટસ બનાવનાર તમામને રૂા. 9000ની સબસીડી આપવામાં આવશે. ફલટસમાં પ્રથમ નંબર ઉપર શ્રી કાલાવડ રોડ મુર્તીપૂજક સંઘને રૂા. 5000, બીજા નંબર શ્રી સિમંધર જૈન યુવક મંડળ- પંચવટીને રૂા. 4000, ત્રિજા નંબરન શ્રી મણીઆર જીનાલયને રૂા. 3000, ચોથા નંબરને શ્રમજીવી દેરાસર- ઉપાસના જૈન યુવક મંડળને રૂા. 2000, પાંચમાં નંબરને શ્રી મુકત લીલમ મહીલા મંડળ- ગાયત્રી નગરને રૂા. 1000નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવેલ હતી. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવેલ જેમાં રૂા. 1000નાં કુલ 5 ઇનામો આપવામાં આવેલ હતાં.