ઓમર-માધવ વચ્ચે ટ્વિટર-વોર

શ્રીનગર, તા.22
જમ્મુ-કાશ્મીર વિધાનસભા
ભંગ થયા બાદ રાજકારણમાં નિવેદનબાજીનો માર ચાલી રહ્યો છે. ગુરુવારે સવારે બીજેપી નેતા રામ માધવે ગઈ-ઙઉઙ પર મોટું નિવેદન આપ્યું છે.
ત્યારબાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને રામ માધવની વચ્ચે ટ્વિટર પર આકરા પ્રહારો ચાલી રહ્યા હતા.
રામ માધવે પીડીપી અને એનસી પર સરકાર બનાવવાના તે નિર્ણયને પાકિસ્તાની સમર્થિત ગણાવ્યું હતું. અબ્દુલ્લાની આપત્તિ પછી રામ માધવે પોતાના શબ્દો પાછા લીધા હતા.
બીજેપી નેતા રામ માધવે ટ્વિટ કર્યું કે, હું પોતાના શબ્દ પાછા લવ છું, પરંતુ પીડીપી-એનસીને સરકાર બનાવવાનો પ્રયાસ અસફળ રહ્યો. જે પણ મેં કોમેન્ટ કરી હતી કે રાજનૈતિક હતી, પર્સનલ નહોતી.
રામ માધવે કહ્યું કે, પીડીપી-એનસીએ ગત મહિને નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, તે આદેશ પણ તેમણે બોર્ડર પરથી આવ્યો હતો. એવું લાગે છે કે રાજ્યમાં સરકાર બનાવવાને લઇને તેમણે નવા આદેશ મળ્યા હશે. આ કારણે રાજ્યપાલનો આ નિર્ણય લેવો પડ્યો.
રામ માધવના આ નિવેદન પર ઉમર અબ્દુલ્લાએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટ કર્યું કે, હું તમને ચેલેન્જ કરું છું કે આ આરોપોને સિદ્ધ કરીને દેખાડે. તમારી પાસે છઅઠ-ગઈંઅ-ઈઇઈં છે, તપાસ કરી પબ્લિક ડોમેનમાં લઇ જઇ શકો છો. અથવા તો આ આરોપોને સાબિત કરો કાં તો માફી માંગો..
તેના પર રામ માધવે જવાબ આપ્યો કે તે તેમની દેશભક્તિ પર સવાલ ઉભા કરી રહ્યા નથી, પરંતુ પીડીપી-એનસીની વચ્ચે અચાનક પાંગરેલો પ્રેમ અને સરકાર બનાવવાની જલ્દબાજી આ પ્રકારના નિવેદન બોલાવી રહી છે.
તેના પર ઉમર અબ્દુલાએ જવાબ આપ્યો કે આ પ્રકારના વ્યંગ્ય કામ નહીં કરીએ. તેઓએ આરોપ લગાવ્યો છે કે મારી પાર્ટી પાકિસ્તાનના ઇશારો પર કામ કરી રહી છે. હું તમને સિદ્ધ કરવાનો પડકાર આપું છું.