નાલંદા તીર્થધામમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી

  • નાલંદા તીર્થધામમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી

ગોં. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે મહાવીરજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થઇ.મહાવીરજયંતી પ્રસંગે આજે સવારે સોનલ સદાવ્રત, જીવદયા મહોત્સવ, શૈક્ષણિક દાન, સારવાર, સહાયદાન આપવામાં આવેલ છે. જેના પ્રદાતા જૈન વિઝન ટીમ,સુનિલભાઇ શાહ, શારદાબેન મોદી તરફથી આપેલ-ચણા કા લોટ, ખાંડ રૂા.172 રોકડા આપવામાં આવેલ છે. આ પ્રસંગે નાલંદા સંઘપ્રમુખ અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી,પ્રદિપભાઇ માવાણી,જયેશભાઇ સંઘાણી, ભૂપેન્દ્રભાઇ મહેતા જૈન વિઝન ટીમના મિલનભાઇ કોઠારી, ધીરેનભાઇ ભરવાડા, સંપટભાઇ જૈન, અંકુરભાઇ મારવાડી, જયભાઇ મહેતા તથા સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ ખાસ ઉપસ્થિત રહી અનુમોદના કરી હતી આજે મહાવીર જયંતી પ્રસંગે મહાવીર જન્મ વાંચન, ત્યારબાદ વિશિષ્ટ જાપ જેમાં દરેકને પ્રભાવના-બહુમાન વિશિષ્ટ કરવામાં આવેલ હતું. મધુર વ્યાખ્યાની પૂ.બા.બ્ર.પૂ.શ્રી રંજનબાઇ મહાસતીજીએ ભગવાન જન્મનું આબેહુબ વર્ણન કરેલ હતું. પૂ.સોનલબાઇ મહાસતીજીએ ફરમાવેલ "શરીર જોઇએ છીએ કે શાસન જોઇએ? મોટા બનવું છે કે મહાન બનવું છે.? જણાવી ભગવાન મહાવીરની મહત્તા બતાવી. જેમણે નાલંદા તીર્થધામમાં આખી આયંબિલની ઓળી કરી હોય તેમને પૂ.મોટા મહાસતીજીના પરમભક્ત કોમલબેન સોહિનભાઇ શાહ તરફથી તા. 19/4/2019ને શનિવારે બપોરે 12:00 કલાકે પારણાં છે તેમ જ આયંબિલયાત્રા પણ થશે. આ આયોજન ને સફળ બનાવવા માટે સંઘપ્રમુખ અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, પ્રદિપભાઇ માવાણી, ભુપેન્દ્રભાઇ મહેતા, સોનલ સેવા મંડળે સેવા બજાવી હતી. આજે મહાવીર-જયંતી પ્રસંગે, સુશીલભાઇ ગોડા, પ્રતાપભાઇ વોરા, રમેશભાઇ, આશિષભાઇ, પરેશભાઇ, ઉત્તમભાઇ, વસંતભાઇ, કાંતિભાઇ, ચીમનભાઇ, પંકજભાઇ આદિ નામી અનામી હજારો ભાવિકોએ મહાવીર-જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિમલભાઇ મહેતા, પ્રવિણભાઇ મહેતા વગેરે પણ હાજર હતા.
આ પ્રસંગે ‘ગુજરાત-મિરર’ના કુમારી સલોનીબેન શાહ ખાસ હાજર રહ્યાં હતાં.