મતદારોની ‘ઉડાન’ ઉપર રાજકારણીઓનું બેધ્યાન !

  • મતદારોની ‘ઉડાન’ ઉપર રાજકારણીઓનું બેધ્યાન !
  • મતદારોની ‘ઉડાન’ ઉપર રાજકારણીઓનું બેધ્યાન !

આઝાદીના 70 વર્ષ પછી પણ હવાઇ સેવાઓના મુદ્દાની કોઇ જ વાત નહીં, જે ફ્લાઇટો હતી તે પણ બંધ થઇ ગઇ છે રાજકોટ તા.17
લોકસભાની ચૂંટણીની આડે પણ માત્ર પાંચ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે જન-જનના મુદ્દાની વાત ચૂંટણીમાં ભુલાઇ રહી છે. માત્ર રાજકીય પક્ષો લોકોને મુર્ખ બનાવવા હવામાં ગોળીબાર કરી રહ્યા છે. મુદ્દાની વાત કોઇ જ કરી રહ્યું નહીં હોવાથી લોકોમાં રોષ છવાયો છે ત્યારે રાજકોટમાં મતદારોની ઉડાન ઉપર રાજકારણીઓનું ધ્યાન નથી.
આઝાદીના 70 વર્ષ પછી પણ જે સેવાઓ મળવી જોઇએ, વિકાસ થવો જોઇએ વાસ્તવિકતામાં તેવું કાંઇ જ થયું નથી. રાજકારણીઓ મત માટે માત્ર વાકયયુધ્ધ છેડી રહ્યા છે.
હવાઇ સુવાઓની સુવિધાની કોઇ નેતા વાત સુધા કરી રહ્યા નથી. જે ફલાઇટો હતી તે પણ બંધ થઇ ગઇ છે. છતાંય તે પ્રશ્ર્ને રાજકારણીઓ મૌની બાબા બની ગયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ એ હબ છે. લાખો લોકો ફલાઇટથી મુસાફરી કરી રહ્યા છે. 70 વર્ષ થઇ ગયા છતાંય માત્ર વાયદાઓનું જ રાજકારણ સૌરાષ્ટ્રમાં ખેલાઇ રહ્યું છે. માત્ર હજુ સુધી બે જ ફલાઇટો છે મુંબઇ અને દિલ્હી. અન્ય શહેરોમાં જવા માટે લોકોએ મુંબઇ અથવા અમદાવાદમાં ભરોસે રહેવું પડે છે.
આઝાદીના 70 વર્ષ બાદ પણ હવાઇ સેવા ચૂંટણી મુદ્દો નથી. રોજ હજારો લોકો મુસાફરો ડબલ ભાડું ચુકવી મુસાફરી કરી રહ્યા હોવા છતાંય રાજકારણીઓનાં પેટનું પાણી પણ હલતું નથી.
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટમાંથી 4 નિયમિત માત્ર મુંબઇની ફલાઇટનું ઉડાન થઇ રહ્યું છે છતાંય નેતાઓ કોઇ લડત કરી નથી. અનેક રજુઆતો કરવા છતાંય નેતાઓ બેધ્યાન બની ગયા છે.
ચૂંટણીમાં હવાઇ મુદ્દો લુપ્ત થઇ ગયો છે છતાંય નેતાઓ છાતી ઠોકીને બોલી રહ્યા નથી. દિલ્હીની ફલાઇટ પણ રાજકોટમાં અનિયમિત ચાલી રહી છે.