ગૂગલે TIKTOK કરી બ્લોક

  • ગૂગલે TIKTOK કરી બ્લોક
    ગૂગલે TIKTOK કરી બ્લોક

મદ્રાસ હાઈકોર્ટે 3 એપ્રિલે ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની કેન્દ્રને સૂચના આપી હતી
નવી દિલ્હી, તા.17
લોકપ્રિય વીડિયો મેકિંગ એપ્લિકેશન ટીકટોક પર પ્રતિબંધ મૂકવાના મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય અને આપેલ સૂચનાઓનું પાલન કરતા ગૂગલે આ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. હવે વપરાશકર્તાઓ પ્લેસ્ટોરમાંથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકશે નહી. ભારતના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયએ ગુગલ અને એપલને પોતાના એપ્લિકેશન સ્ટોર્સથી ચીનની વીડિયો શેરિંગ એપ્લિકેશન ટિક ટોકને દૂર કરવા કહેવામાં કહેવામાં આવ્યું હતુ.
મદ્રાસ હાઈકોર્ટના મદુરાઇ પીઠે 3 એપ્રિલે કેન્દ્રને મોબાઇલ એપ્લિકેશન ‘ટિક ટોક’ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી હતી. મદ્રાસ હાઈકોર્ટે આવી એપ્સ દ્વારા ‘અશ્લીલ અને અયોગ્ય સામગ્રી’ પૂરી પાડવાની ચિંતા વ્યક્ત કરી હતી. ટિક ટોકએ આ આદેશને ભેદભાવપૂર્ણ અને મનસ્વી ગણાવ્યો છે. પોતાના બચાવમાં ટિક ટોકનું કહેવું છે કે તેને અશ્લીલ અને અયોગ્ય સામગ્રી માટે જવાબદાર ગણાવી શકાય નહી.
પરંતુ ગૂગલે હાઈકોર્ટના નિર્ણયને માન આપી પ્લેસ્ટોરમાંથી ટીકટોક એપ્લિકેશનને બેન કરી છે. જોકે ચીનની વીડિયો એપ્લિકેશન ટિક ટોક પર પ્રતિબંધ મૂકવા મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રિમ કોર્ટે સોમવારે પ્રતિબંધ મૂકવાનો ઇનકાર 
કર્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચ 22 એપ્રિલે કેસ સુનાવણી કરશે.
ઉલ્લેખનિય છે કે ભારતના ઇલેક્ટોનિક્સ એન્ડ ઇર્ન્ફોમેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ગૂગલ અને આાહયને પોતાના એપ સ્ટોરથી ચીનની વીડિયો એપ્લિકેશન ટીકટોકને હટાવવા માટે કહ્યું છે. જેથી આજે ગૂગલ તેનો અમલ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે આ સંબંધમાં 3 એપ્રિલે આપેલા મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર ટીકટોકની પિટિશનને ફગાવી દીધી હતી, જેથી એપના ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લગાવી શકાય. ટીકટોક એપ છેલ્લા એક વર્ષમાં ખાસી એવી લોકપ્રિય થઈ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ પહેલા તેને મ્યૂઝિકલી (મ્યૂઝિકલી)ના નામથી લોન્ચ કરી હતી, પરંતુ બાદમાં તેનું નામ બદલીને ટિક ટોક (ટીકટોક) કરી દીધું હતું.