વર્લ્ડ કપઃ 16 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન, લક્ષ્મણ જેવી થઈ રાયડૂની હાલત

  • વર્લ્ડ કપઃ 16 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન, લક્ષ્મણ જેવી થઈ રાયડૂની હાલત
    વર્લ્ડ કપઃ 16 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન, લક્ષ્મણ જેવી થઈ રાયડૂની હાલત

નવી દિલ્હીઃ 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે ભારતીય પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે બેટિંગ લાઇન-અપમાં સૌથી મહત્વપૂર્ણ ચોથા સ્થાન માટે દાવેદાર માનવામાં આવેલા અંબાતી રાયડૂની પસંદગી ન કરી. સોળ વર્ષ પહેલા જે પરિસ્થિતિઓમાં વીવીએસ લક્ષ્મણ વર્લ્ડ કપ 2003ની ટીમમાં ન આવી શક્યો હતો લગભગ આવી સ્ટોરી બીજા હૈદરાબાદી બેટ્સમેન અંબાતી રાયડૂની સાથે પુનરાવર્તિત થઈ છે. 2003ના વિશ્વકપની ટીમમાં ત્રીજા નંબરના બેટ્સમેનના રૂપમાં લક્ષ્મણનું સ્થાન પાક્કુ માનવામાં આવી રહ્યું હતું.  પરંતુ ટીમ પસંદગીના થોડા મહિના પહેલા ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ખરાબ પ્રદર્શનને કારણે તેને વિશ્વ કપની ટિકિટ ન મળી. રાયડૂ પોતાના કરિયરમાં શરૂઆતથી ત્રણ કે ચાર પર રમી રહ્યો છે. ગત વર્ષે ઓક્ટોબરથી તે નિયમિત રીતે નંબર ચાર પર બેટિંગ કરતો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ તેને બહાર કરી દેવામાં આવ્યો અને હવે લાગે છે કે 33 વર્ષીય રાયડૂનુ હૈદરાબાદના પોતાના સીનિયર લક્ષ્મણની જેમ વિશ્વકપ રમવાનું સપનું ક્યારેય પૂરુ થશે નહીં.  પસંદગીકારોએ ત્યારે લક્ષ્મણને સ્થાને દિનેશ મોંગિયાને તક આપી હતી. મોંગિયાની પસંદગીનો આધાર તે હતો કે, તે ત્રણેય વિદ્યાઓ બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં થોડુ-થોડુ યોગદાન આપી શકે છે, જ્યારે લક્ષ્મણ સ્પેશિયલ બેટ્સમેન હતો. રાયડૂના સ્થાને પસંદ કરાયેલ વિજય શંકરે આ વર્ષે વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું અને અત્યાર સુધી માત્ર નવ મેચ રમી છે.