કૂચ બિહાર ટ્રોફી અન્ડર 19માં જે એન્ડ કે સામે સૌરાષ્ટ્રનો વિજય

રાજકોટ તા.22
કૂચ બિહાર ટ્રોફી અન્ડર-19 2018-19 ચાર દિવસીય મેચ સૌરાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર વચ્ચે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સ્ટેડીયમ રાજકોટ ખાતે રમાઇ હતી.
મેચના ચોથા દિવસે જમ્મુ-કાશ્મીર તેની બીજી ઇનીંગમાં 49.5 ઓવરમાં 139 રન કરીને ઓલ આઉટ થઇ ગયું હતું. અબ્દુલ અમદે 44 રન, કમરાન ઇકબાલે 36 રન કર્યા હતા. તેમ જ વિવર્ત શર્મા અને રાધવ શર્માએ રર-12 રન કર્યા હતા. રાહુલ વાંકાણીએ 9.5 ઓવરમાં 3 વિકેટ લીધી હતી. તો દેવ દંડે 10 ઓવરમાં 3 વિકેટ લીધી હતી.
સૌરાષ્ટ્રે 87 રને મેચ જીતી સાત પોઇન્ટ મેળવ્યા હતા.