પાવીજેતપુર : અડધી રાત્રે 9 માસના બાળકને ઉઠાવીને ફાડી ખાનાર દીપડાને જોવા ગામ ઉમટ્યું

  • પાવીજેતપુર : અડધી રાત્રે 9 માસના બાળકને ઉઠાવીને ફાડી ખાનાર દીપડાને જોવા ગામ ઉમટ્યું

છોટાઉદેપુર :છોટાઉદેપુરના પાવીવજેતપુરના ઝરી ગામમાં ગઈકાલે અરેરાટી ફેલાઈ જાય તેવી ઘટના બની હતી. ઘરની ઓસરીમાં સૂઈ રહેલા 9 મહિનાના બાળકને મધરાત્રે દીપડો ઉપાડી ગયો હતો. ત્યારે બાળકની શોધખોળ કરતા વહેલી સવારે નજીકના જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બાદ વન વિભાગ દોડતુ થયું હતું, દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. આખરે દીપડો પાંજરામાં પૂરાયો હતો, અને આ નરભક્ષી દીપડાને જોવા માટે આખુ ગામ એકઠુ થયું હતું.