વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર બાદ હવે ગુજરાત સરકારની સહાયની જાહેરાત

  • વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર બાદ હવે ગુજરાત સરકારની સહાયની જાહેરાત

વલસાડ :દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ત્યારે તેમણે ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદને કારણે થયેલા નુકશાનની સામે વળતર આપવાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, ગઇકાલે વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા સ્વજનના પરિવારને રૂપિયા બે લાખની સહાય અપાશે. તેમજ નુકસાનીનો સરવે કરીને પણ જરૂરિયાત મુજબ સહાય કરાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે, ગઇકાલે ગુજરાતમાં જે વાવાઝોડુ આવ્યુ અને એના પરિણામે જે નાગરિકોના મૃત્યુ થયા છે, તેમના સ્વજનોને રાજ્ય સરકાર રૂપિયા બે લાખની સહાય કરશે. તેમજ વાવાઝોડાના પરિણામે જે વિસ્તારોમા ખેતીને નુકસાન થયુ છે, એનો પણ સર્વે કરવા માટે સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે. સર્વે બાદ જરૂરિયાત મૂજબ તેમાં પણ સહાય ચૂકવાશે.