વઢવાણમાં ભાજપનું સ્નેહમિલન સંપન્ન

વઢવાણ, તા. 22
સુરેન્દ્રનગર જીલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર લોકસભા બેઠક કક્ષાનું સ્નેહમિલન વઢવાણ આનંદ ભવન ખાતે યોજાયુ હતું. ટાવરથી આનંદ ભવન વઢવાણ સુધી એક હજાર બાઈકની રેલી નીકળી હતી. દિલીપભાઈ પટેલે જણાવ્યુ હતું કે દેશના 20 રાજયમાં ભાજપનું શાસન છે તે 13 કરોડ સભ્યો સાથેનો વિશ્ર્વનો મોટો પક્ષ છે. સુરેન્દ્રનગર જીલ્લાના બે લાખ 20 હજાર સભ્યો છે.
આગામી ચુંટણીની તૈયારીઓ શરૂ થઈ છે વિશ્ર્વમાં આજે 7 માં નંબરે દેશ પહોંચ્યા દરેક કાર્યકર બુત સમિતિ મજબુત કરે.
સાંસદ દેવજીભાઈ ફતેપરાએ જણાવ્યુ કે ગરીબોને વિજળી કનેકશન મળી રહ્યા છે નિતીન ભારદ્વાજે જણાવ્યું કે આજનુ સંમેલન ભારદ્વાજે જણાવ્યું કે આજનું સંમેલન સફળ બનાવ્યું છે તે તમામને અભિનંદન પાઠવ્યું છે. આગામી 2019 ની ચુંટણી માટે તૈયાર થઈ એમ કમળ દિલ્હી મોકલવાનું છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવેલ કે અહીં શકતીવાન નેતૃત્વ છે બધા કાર્યકરો કામે લાગી તો કોંગ્રેસના બાગી આતો આ સીટને હલાવી પણ શકે તેમ નથી. આ ધંધો કરવાની પેઢી નથી પણ સેવા કરવાની છે. કોંગ્રેસ હિસાબ માગે છે પર આપણા કાર્યકરોએ ગભરાવવાનું નથી આપણે કામ ર્ક્યુ છે અને મત લેવાના છે. 2000 પહેલા સુરેન્દ્રનગરના ગામડાઓની શુ સ્થિતિ હતી આજે બધાએ વિકાસ જોયો છે લોકોના કામ કરીએ છીએ લોકોના આશીર્વાદ મળે પછી કોઈ તમને કયાંય રોકી શકયા નથી.