વડોદરા ટ્રકચાલક સામે કેસ નહીં કરવા 20 હજારની લાંચ લેતા કરજણના 2 કોન્સ્ટેબલ ઝડપાયા

  • વડોદરા ટ્રકચાલક સામે કેસ નહીં કરવા 20 હજારની લાંચ લેતા કરજણના 2 કોન્સ્ટેબલ ઝડપાયા

વડોદરા: હાઇવે પર કરજણ ટોલ નાકા પાસે ભેંસ અને પાડા ભરીને જઇ રહેલી ટ્રક પકડયા બાદ ટ્રક માલિક સામે કેસ નહી કરવા માટે 20 હજારની લાંચ લેતા કરજણ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ અને એક વચેટીયો એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. એસીબીએ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ આદરી હતી.
એસીબી સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સંજય ઇશ્વરભાઇ માછી તથા કોન્સ્ટેબલ વિક્રમ મનહરભાઇ કપ્તાન (બંને રહે, કરજણ પોલીસ લાઇન) કરજણ ટોલ નાકા પાસે બંદોબસ્તમાં હતા ત્યારે સિદ્ધપુરથી સુરત તરફ જઇ રહેલી પશુ ભરેલી ટ્રક આવતાં તેમણે ટ્રકને રોકી હતી. ટ્રકને રોકયા બાદ બંને કોન્સ્ટેબલે વચેટીયા સંદીપ કમલેશ ભટ્ટ (રહે, સરપંચ ફળીયું)ની મદદ લઇને ટ્રકના માલિક પાસેથી કેસ નહીં કરવા બદલ 30 હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની માંગણી કરાતા ટ્રકના માલિકે 30 હજારમાંથી 10 હજાર રુપીયા સંદીપ ભટ્ટની હાજરીમાં કોન્સ્ટેબલ સંજય માછીને આપ્યા હતા.