સુરતમાં નાઈકી-એડીડાસ કંપનીના 84.88 લાખના 4394 જોડી નકલી શુઝ પકડાયા

  • સુરતમાં નાઈકી-એડીડાસ કંપનીના 84.88 લાખના 4394 જોડી નકલી શુઝ પકડાયા

સુરતઃ બલેશ્વર ગામે એક બંધ મિલની બિલ્ડિંગમાંથી નાઈકી, એડીડાસ, એરઝોક, જેવી બ્રાંડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝનો 4394 જોડીનો જથ્થો ઝડપાયો છે. સુરતના યુવક ઓનલાઈન સ્નેપડીલ થકી આ ડુપ્લીકેટ શુઝ ગ્રાહકોને સપ્લાય કરતો હતો.   પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના બલેશ્વર ગામે આવેલ જૂની સલીમ ફેશન મિલના બિલ્ડિંગમાં બ્રાંડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝનો જથ્થો હોવાની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસને મળતાં છાંપો માર્યો હતો. અંદર તપાસ કરતાં નાઈકી, એડીડાસ, એરઝોક જેવી કંપનીના 4394 જોડ શુઝ મળી આવ્યા હતાં. જેથી પોલીસે મુંબઈથી કંપનીના ઓથોરાઈઝ હક્કો આપેલ લેજિસ્ટર આઈપીઆર સર્વિસીસ લિ.ના મેનેજરને બોલાવી ખરાઈ કરાવતાં તમામ શુઝનો જથ્થો બ્રાંડેડ કંપનીની કોપી કરીને બનાવેલ હોવાનું જણાવ્યું હતું.