અશોક ગેહલોતનું સ્ફોટક નિવેદન, ગુજરાત ચૂંટણીને પગલે રામનાથ કોવિંદ બન્યા રાષ્ટ્રપતિ, અડવાણી રહી ગયા...

  • અશોક ગેહલોતનું સ્ફોટક નિવેદન, ગુજરાત ચૂંટણીને પગલે રામનાથ કોવિંદ બન્યા રાષ્ટ્રપતિ, અડવાણી રહી ગયા...
    અશોક ગેહલોતનું સ્ફોટક નિવેદન, ગુજરાત ચૂંટણીને પગલે રામનાથ કોવિંદ બન્યા રાષ્ટ્રપતિ, અડવાણી રહી ગયા...

જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ગુજરાત ચૂંટણીને લીધે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવાયા છે. તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી અને રાષ્ટ્રપતિ ચૂંટણી સંદર્ભે ભાજપ સામે નિશાન સાધતાં કહ્યું કે, ગુજરાતની ચૂંટણી આવતી હતી, એટલે એ ગભરાયેલા હતા કે ગુજરાતમાં ફરી સરકાર નથી બની રહી, મારૂ એવું માનવું છે કે ચૂંટણી ન જીતી શકવાના ડરને લીધે જ જાતિગત સમીકરણો ફીટ બેસાડવા માટે રામનાથ કોવિંદજીને રાષ્ટ્રપતિ બનાવાયા અને છેવટે અડવાણી રહી ગયા.  ભાજપે આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, અશોક ગેહલોતે બંધારણીય પદનું અપમાન કર્યું છે. ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિંહા રાવે કહ્યું કે, બંધારણીય પદની ગરીમાનું અપમાન કરવું એ કોંગ્રેસની સંસ્કૃતિ છે. કોંગ્રેસની માનસિકતા દલિત વિરોધી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ પહેલા સેનાના રાજકીયકરણને લઇને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે નિશાન સાધતાં મંગળવારે કહ્યું હતું કે, રાજગ સરકારમાં અનુભવની ઉણપ છે. જેને પગલે સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહીને વધારી ચઢાવીને પ્રચાર કરાઇ રહ્યો છે.