‘જગ્યા તમારી, લોકો પણ તમારા, પરંતુ... દરેક પ્રહાર અમારો હશે’

  • ‘જગ્યા તમારી, લોકો પણ તમારા, પરંતુ... દરેક પ્રહાર અમારો હશે’

મુંબઇ: ‘જગ્યા તમારી, લોકો પણ તમારા, પરંતુ... દરેક પ્રહાર અમારો હશે’ ઘણી બધી હિન્દી ફિલ્મોમાં ઉપયોગ કરવામાં આવેલો આ ડાયલોગ પશ્ચિમ મહારાષ્ટ્રના સોલાપુરના અક્લુજ વિસ્તારમાં યોજાયેલી રેલી પર ફીટ બેસે છે. અક્લુજથી માત્ર 50 કિલોમીટર દૂર બારામતિ છે જ્યાં એનસીપી પ્રમુખ શરદ પવારનો ગઢ માનવામાં આવે છે અને આજ દિન સુધી આ ગઢને કોઇ છીનવી શક્યું નથી. લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં બારામતી બેઠક પરથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે ચૂંટણી લડી રહી છે. સુપ્રિયા સુલે આ વિસ્તારમાંથી બે વખત સાંસદ રહી ચુકી છે. તેનાથી થોડે દૂર શરદ પવારનો ભત્રીજો અને અજીત પવારનો પુત્ર પાર્થ પવાર પણ ચૂંટણી લડી રહ્યો છે.