કોડીનાર : મહેમાન બનીને આવેલા ભાજપના ઉમેદવારને કાર્યક્રમમાંથી હાંકી કઢાયા

  • કોડીનાર : મહેમાન બનીને આવેલા ભાજપના ઉમેદવારને કાર્યક્રમમાંથી હાંકી કઢાયા

રાજકોટ :હાલ બંને પક્ષોના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે, જેમાં કેટલાક ઉમેદવારોને લોકોના રોષનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જે ગામો વિકાસથી પછાત રહી ગયા છે, જ્યાં પાણીની સમસ્યાઓ છે ત્યાં લોકોએ ઉમેદવારો પર ફિટકાર વરસાવ્યો હતો. હાલમાં જ તેનો ભોગ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા બન્યા હતા, ત્યારે 2019ની ચૂંટણીના પ્રચારમાં લોકોનો વિરોધ સામે આવી રહ્યો છે, ત્યારે હવે જુનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને કડવો અનુભવ થયો હતો, એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજેશ ચૂડાસમાને લોકોએ વિરોધ કરીને હાંકી કાઢ્યા હતા.