સુત્રાપાડાના કદવારમાં વિધવાના પરિવારને ધાક-ધમકીની રાવ

પ્રભાસપાટણ તા.22
સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે વિધવા વલાઈબેન ઉકાભાઈ ગઢીયા વાડી વિસ્તારમાં રહે છે. ભીમા રાજશી ગઢીયા, નકુમ રાજશી ગઢીયા, બાબુ પુના ગઢીયા, ગોવા પૂના ગઢીયા, માનુ બાબુ ગઢીયા દ્વારા વિધવા પલાઈબેનનાં પરિવારને ધાક ધમકી અને મારી નાંખવાની ધમકી આપે છે. આ બાબતે પ્રભાસપાટણ મરીન પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા વિધવા મલાઈબેન ઉકાભાઈ ગઢીયાએ જણાવ્યું હતું કે, અમો વાડી વિસ્તારમાં રહીએ છીએ અને મજુરી કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ અને સામે વાળા અમારા પરિવારનાં જ હોય અને ભીમા રાજશી ગઢીયા કે જેઓ સોમનાથ ટ્રસ્ટમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે તે મારા પૂત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે.. આ બાબતે પોલીસમાં અરજી આવતાં તેઓ આ પરિવારને કહે છે કે મારા વિરૂધ્ધ ફરિયાદ કેમ કરી છે તેને ખોટા કેશમાં ફીટ કરાવી દઈશ. આમ વિધવા વલાઈબેનના પરિવારને વારંવાર ધમકીઓ અને ત્રાસ આપવા બદલ પ્રભાસપાટણ મરીન પોલીસમાં લેખિતમાં રજૂઆત કરી છે. છતાં આજ દિવસ સુધી એફ.આઇ.આર. ફાડવામાં આવેલ નથી. ડીવાયએસપી કચેરીમાં રજૂઆત કરેલ છે. અને આ તમામ લોકો સામે એફ.આઈ.આર. દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી પણ કરેલ છે.