જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતનું ખેદાનમેદાન થઈ જશે: PM મોદીએ વ્યક્ત કર્યો ભય

  • જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતનું ખેદાનમેદાન થઈ જશે: PM મોદીએ વ્યક્ત કર્યો ભય

હિંમતનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે બીજીવાર ગુજરાત પહોંચ્યા હતા. ત્યારે હિંમતનગર ખાતે ઊભા કરાયેલા ખાસ ડોમમાં બે કલાક કરતા વધુ સમયથી ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં આ વખતે સતત બે દિવસ લોકસભા પ્રચારમાં નરેન્દ્ર મોદી આવ્યા છે. અહીં મોદીએ લોકો પાસે ફિર એક બાર મોદી સરકારના નારા લગાડ્યા હતા. ત્યારબાદ સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતને ખેદાનમેદાન કરી દેશે તેવો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન સરદાર પટેલ, મણીબેન પટેલ અને મોરારજી દેસાઈના ઉદાહરણો ટાંક્યા હતા. નહેરુથી લઈને નામદાર સુધી તમામને ગુજરાતથી તકલીફ છે. અહીં ગાંધી પર પરોક્ષ પરિવાર કરીને આખો પરિવાર મારી સામે પ્રચાર કરી રહ્યો છે. મેં એવું કર્યું કે બધા દોડતા થયા. ફરી એકવાર મને દિલ્હી મોકલશો તો આખો પરિવાર જેલમાં જશે.