હત્યારા પોલીસ જવાનોને બુરખા પહેરાવી કરાવ્યું બનાવનું રી-ક્ધસ્ટ્રક્શન

  • હત્યારા પોલીસ જવાનોને બુરખા પહેરાવી કરાવ્યું બનાવનું રી-ક્ધસ્ટ્રક્શન

રાજકોટ તા.16
શહેરના ઇન્દિરા સર્કલ નજીક બુધવારે રાત્રે થયેલી કાઠી યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બે પોલીસમેન સહીત ચારેય આરોપીઓના 18 તારીખ સુધીના રિમાન્ડ મંજુર થયા હોય ગાંધીગ્રામ પોલીસે ચારેય આરોપીઓને મોઢે બુરખા પહેરાવી ઘટનાસ્થળે લઇ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું સામાન્ય આરોપીઓ કરતા વિશેષ ગણાતા બે હત્યારા પોલીસમેન સહિતનાઓના ચહેરા ઓળખ પરેડ પછી પણ છુપાવવામાં આવી રહ્યા છે ખાખીનું મોરલ ડાઉન ન થાય તે માટે ખાખીનો ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હજુ સુધી હત્યામાં વપરાયેલ છરી પણ પોલીસ કબ્જે કરી શકી નથી માત્ર બે બાઈક કબ્જે લેવામાં આવ્યા છે 
જસદણનો કુલદીપ ચાંપરાજભાઈ ખવડ અને અભીલવ ઉર્ફે લાલાભાઇ ખાચર બંને બુધવારે રાજકોટ આવ્યા હતા રાત્રે મિત્રો સાથે જમીને ઇન્દિરા સર્કલ પાસે ગોલા ખાવા ગયા ત્યારે અર્જુનસિંહ ચૌહાણ, પાર્થ દોશી, ટ્રાફિક પોલીસમેન હિરેન ખેરડીયા અને પ્રનગરના કોન્સ્ટેબલ વિજય રાયધનભાઈ ડાંગર મોબાઈલમાં ગીતો વગાડી જોર જોરથી ગાતા હોય તેઓને ધીમેથી ગાવાનું કહેતા ચારેય ઉશ્કેરાયા હતા અને છરી કાઢી કુલદીપ અને અભીલવ ઉપર તૂટી પડ્યા હતા જેમાં કુલદીપનું મોત થયું હતું જયારે અભીલવને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડાયો હતો આ ગુનામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા નાટકીય ઢબે કાર્યવાહી કરવામાં આવી રહી છે પહેલા ધરપકડ દેખાડી ત્યારે ઓળખપરેડનું બહાનું કાઢી આરોપીઓના ચહેરા છુપાવ્યા હતા બાદમાં ઓળખ પરેડ થઇ ગઈ રિમાન્ડ પણ મંજુર થઇ ગયા અને ઘટનાનું રી-ક્ધસ્ટ્રક્શન કરાવવા લઇ ગયા ત્યારે પણ મીડિયા સામે હત્યારા પોલીસમેનોનો ચહેરો ઉઘાડો ન પડી જાય અને ખાખીની આબરૂ ન જાય તે માટે ત્યાં પણ બુરખા પહેરાવીને રી-ક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું મર્ડર જેવા ગંભીર ગુનામાં 6 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પોલીસ હત્યાના ગુનામાં વપરાયેલ છરી પણ કબ્જે કરી શકી નથી તે બાબત શરમજનક કહી શકાય બે બાઈક કબ્જે લીધા છે પરંતુ આખરે તો આરોપીઓ પણ ઘરના જ હોય જેથી લાલ આંખ પણ કેમ કરવી અન્ય આરોપીઓ હોય તો પોલીસ બાહુબલી બનીને કામ કરતી હોય છે એ જ બાહુબલી પોતાના જ ખાતાના બબ્બે હત્યારાઓને હાથ અડાડતા પણ અચકાય છે વાહ પોલીસ વાહ.........