નાનામવા અને રામાપીર ચોક ખાતે બનશે ક્રોસ ઓવરબ્રિજ

  • નાનામવા અને રામાપીર ચોક ખાતે બનશે ક્રોસ ઓવરબ્રિજ

રાજકોટ તા,16
રાજકોટ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા 150 ફુટ રીંગ રોડ ઉપર આવતા મુખ્ય સર્કલો ખાતે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે હાલમાં રૈયા અને મવડી ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય પાંચ સર્કલ ઉપર ઓવરબ્રીજ બનાવવાનો ધમધમાટ મનપાએ શરુ કર્યો છે જે પૈકી રામાપીર ચોકડી અને નાના મૈવા સર્કલ ખાતે ક્રોસ ઓવરબ્રીજ બનાવવા માટે ક્ધસલન્ટની નિમણૂંક કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનિએ જણાવેલ કે 150 ફુટ રીંગ રોડ ઉપર બીઆરટીએસ અને અન્ય ટ્રાફિક ભાર હળવો કરવા માટે મવડી તેમજ રૈયા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. આ ઓવરબ્રીજ બનવાના કારણે શહેરની અંદર આવતા બહાર આવતા બન્ને સર્કલો પરથી પસાર થતા વાહનો સરળતાથી બ્રીજ નીચેની પસાર થઈ શકે છે પરંતુ રામાપીર ચોકડી અને નાના મૈવા સર્કલ ખાતે નાનામૈવા તરફથી આવતા તેમજ શહેરમાંથી આવતા વાહનોને પસાર થવા માટે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે 150 ફુટ રીંગ રોડ ઉપર ક્રોસ ઓવરબ્રીજની જરૂરિયાત ઉભી થતા શહેરમાં બનનારા પાંચ પૈકી બન્ને સર્કલ ખાતે ક્રોસ ઓવરબ્રીજ બનાવવાનો ત્વરીત નિર્ણય લઈ ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. જેના માટે તા.22ના રોજ મિટિંગ રાખવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે નાનામૌવા ખાતે મારવાડી બિલ્ડીંગથી શાસ્ત્રીનગર સુધીનો ઓવરબ્રીજ બનાવવામાં આવશે. તેવી રીતે રામાપીર ચોકડી ખાતે લાખના બંગલા બાજુથી થઈને રામાપીર સુધીનો ઓવરબ્રીજ બનાવવામાં આવશે. જેના માટે તા.22ના રોજ ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવશે.