સુરેન્દ્રનગરમાં કાર નીચે પિતા-પૂત્રને કચડવાનો પ્રયાસ

વઢવાણ તા.રર
સુરેન્દ્રનગરમાં જૂના મનદુ:ખમાં ક્ષત્રિય પિતા-પૂત્રના બાઈક સાથે કાર અથડાવ હત્યા કરવાનો પ્રયાસ કરતાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. સુરેન્દ્રનગર દાળમીલ રોડ ઉપર રહેતા યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ રાણા જ્યારે તેમના પિતા સાથે મોટર સાયકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે દિવ્યરાજસિંહ પદુભા, વિશ્ર્વજીત હરપાલસિંહ, અનિદ્યસિંહ શીવુભા, અસ્લમ ઈસ્માઈલ (રહે. બધા સુરેન્દ્રનગર)એ ફરિયાદી યુવરાજસિંહના મોટર સાયકલ આડે ગાડી નાંખી યુવરાજસિંહના પગના ભાગે અને માથાના ભાગે ઈજા કરતાં પોલીસે 307 મુજબ ગુનો નોંધી પી.આઈ. કે.એચ.ત્રિવેદી તપાસ ચલાવી રહ્યા છે.
ટ્રેકટરમાંથી પડતા મોત
ચુડાના આંબેડકરવાસમાં રહેતી દિવ્યાબેન મોહનભાઈ (ઉ.વ.35) ટ્રેકટર જીજે 13 એમ 8480ના પંખા પર બેસી આવતા હતા. ત્યારે ઉપરથી લપસી પડી ટ્રોલીના પાછળના વ્હીલમાં આવી જતાં દિવ્યાબેનનું મોત થયું હતું.