રિષભ પંત નહીં, રાયડૂને બહાર કરવાથી દુખી છે ગૌતમ ગંભીર, ચર્ચા માટે તૈયાર

  • રિષભ પંત નહીં, રાયડૂને બહાર કરવાથી દુખી છે ગૌતમ ગંભીર, ચર્ચા માટે તૈયાર
    રિષભ પંત નહીં, રાયડૂને બહાર કરવાથી દુખી છે ગૌતમ ગંભીર, ચર્ચા માટે તૈયાર

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે, માત્ર ત્રણ અસફળતાઓ બાદ અંબાતી રાયડૂને ભારતની વિશ્વકપની ટીમમાંથી બહાર કરવો દુખદ છે. આ સાથે તેણે કહ્યું કે, રિષભ પંતને સ્થાન ન મળવા પર કોઈ ચર્ચા ન થવી જોઈએ, કારણ કે તેણે મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો નથી.  અનુભવી દિનેશ કાર્તિકને પંત પર મહત્વ આપવાની સુનીલ ગાવસ્કરે ટીકા કરી હતી અને આ ચોંકવનારો નિર્ણય ગણાવ્યો હતો. પરંતુ ટી-20 વર્લ્ડ કપ 2007 અને વર્લ્ડ કપ 2011ના ફાઇનલના નાયકે કહ્યું કે, રાયડૂને સોમવારે જાહેર થયેલી ટીમમાં સ્થાન ન મળવું સૌથી વધુ દુર્ભાગ્યપૂર્ણ છે.  ગંભીરે મંગળવારે કહ્યું, 'મને લાગે છે કે રિષભ પંતને બહાર કરવા પર કોઈ ચર્ચા ન થવી જોઈએ, પરંતુ અંબાતી રાયડૂનું બહાર થવું ચર્ચાનો વિષય છે.' ગંભીર બોલ્યો, આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે કે સફેદ બોલના ક્રિકેટમાં 48ની એવરેજ વાળો ખેલાડી જે માત્ર 33 વર્ષનો છે, તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પસંદગીમાં અન્ય નિર્ણયથી વધુ દુખદ મારા માટે આ છે.