શેર બજારમાં બંપર તેજીનો સિલસિલો યથાવત, સેન્સેક્સ ફરી 39 હજારને પાર

  • શેર બજારમાં બંપર તેજીનો સિલસિલો યથાવત, સેન્સેક્સ ફરી 39 હજારને પાર

નવી દિલ્હી/મુંબઇ: દુનિયાભરના બજારોમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતો અને હવામાન વિભાગ દ્વારા સામાન્ય મોનસૂનની ભવિષ્યવાણીથી દેશનું મુખ્ય શેર બજાર મંગળવારે તેજી સાથે ખૂલ્યું. મંગળવારે સવારે બજાર ખુલતાં 30 પોઇન્ટવાળો સેન્સેક્સ 143.46 પોઇન્ટની બઢત સાથે 39,040.30 પોઇન્ટના સ્તર પર ખુલ્યો. કારોબારી સત્ર દરમિયાન સવારે લગભગ 10.50 વાગે સેન્સેક્સ 357.34 પોઇન્ટની તેજી સાથે 39,263.18ના સ્તર પર જોવા મળ્યો. લગભગ હાલમાં 50 પોઇન્ટવાળો નિફ્ટી 93.5 પોઇન્ટની તેજી સાથે 11783.85ના સ્તર પર જોવા મળ્યો.