પ્રિયંકા અને દીપિકા બાદ આ અભિનેત્રીની હોલીવુડમાં એન્ટ્રી, The Worst Dayમાં જોવા મળશે

  • પ્રિયંકા અને દીપિકા બાદ આ અભિનેત્રીની હોલીવુડમાં એન્ટ્રી, The Worst Dayમાં જોવા મળશે

નવી દિલ્હીઃ અભિનેત્રી નીતૂ ચંદ્રા હોલીવુડમાં પોતાની ઈનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે. તે એક શોર્ટ ફિલ્મ 'ધ વસ્ર્ટ ડે'થી બોલીવુડમાં પગ મુકશે. એક નિવેદન અનુસાર, આ કોમેડી ફિલ્મનું લેખન અને દિગ્દર્શન બુલ્ગારિયાના ફિલ્મકાર સ્ટાનિસ્લાવા આઈવીએ કર્યું છે. પોતાની ભૂમિકા વિશે નીતૂએ જણાવ્યું, 'મારા માટે 2019ની શરૂઆત અદ્ભૂત છે.' આ પ્રોજેક્ટ સાથે જોડાઈને હું ઉત્સાહિત છું. તેણે કહ્યું, મને આ અનુભવથી ઘણું શીખવા મળ્યું. આ મારી પ્રથમ નેગેટિવ ભૂમિકા છે, જે જંગલી છે, રસપ્રદ છે, વિલેન છે. નીતૂ અનુસાર, આ પ્રોજેક્ટથી તેનામાં ઘણો ફેરફાર આવ્યો છે. આ પ્રોજેક્ટ તેના માટે ઘણો ખાસ છે.