આલિયા ભટ્ટ બોલી ઉઠી 'રણબીર', તો બની મજાકનું પાત્ર, થયો મોટો પર્દાફાશ

  • આલિયા ભટ્ટ બોલી ઉઠી 'રણબીર', તો બની મજાકનું પાત્ર, થયો મોટો પર્દાફાશ
    આલિયા ભટ્ટ બોલી ઉઠી 'રણબીર', તો બની મજાકનું પાત્ર, થયો મોટો પર્દાફાશ

નવી દિલ્હી : બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં રિલીઝ થવા જઇ રહેલી કલંક ફિલ્મના પ્રમોશનમાં ભારે વ્યસ્ત જોવા મળી રહી છે. કલંક ટીમ સાથે તે અવારનવાર પ્રમોશન કાર્યક્રમોમાં હાજરી આપે છે. આ દરમિયાન એક એવી ઘટના ઘટી કે આલિયા શરમના મારી લાલ થઇ ગઇ. આલિયા કલંક ટીમ વરૂણ ધવન, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર સાથે એક શો પર કલંક ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચી હતી. આ સમયે બાજુમાં બેઠેલ વરૂણ આલિયાની ચોટી પકડીને ખેંચવા લાગે છે તો આ સમયે આલિયાના મોંમાંથી વરૂણ ને બદલે રણબીર નીકળી જાય છે. બાદમાં આ વાતનો ખ્યાલ આવતાં તે શરમાઇ જાય છે પરંતુ ઉપસ્થિત લોકોમાં તે હાસ્યાપદ બને છે. મસ્તીનો વીડિયો વાયરલ
આલિયા ભટ્ટ એકાએક રણબીર બોલી જતાં બાજુમાં બેઠેલ આદિત્ય રોય, સોનાક્ષી સિંહા અને વરૂણ ધવન ખડખડાટ હસવા લાગે છે તો બીજી તરફ આલિયા નાજુક નમણી નારની જેમ શરમાઇ ઉઠે છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આલિયા અને રણબીરના સંબંધોને ઉઘાડા પાડતો આ વીડિયો ઝડપથી જોવાઇ રહ્યો છે. 17મીએ રિલીઝ થશે કલંક
મલ્ટી સ્ટાર ફિલ્મ કલંક આ મહિનાની 17મીએ રિલીઝ થવાની છે. આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, માધુરી દીક્ષિત, વરૂણ ધવન, આદિત્ય રોય, અનિલ કપૂર સહિત દિગ્ગજ સ્ટાર સાથેની આ ફિલ્મને લઇને બધાને સારી આશા છે. મલ્ટી સ્ટારર આ ફિલ્મ માટે હાલમાં પ્રમોશન પૂરજોશમાં ચાલી રહ્યું છે.