સુરત: સ્વામીએ ભગવો લજવ્યો, 14 વર્ષના કિશોરને કર્યા શારીરિક અડપલાં

  • સુરત: સ્વામીએ ભગવો લજવ્યો, 14 વર્ષના કિશોરને કર્યા શારીરિક અડપલાં

સુરતના વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાં ફરી એક વાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા એક સાધુએ ત્યા જ અભ્યાસ કરતા 14 વર્ષના કિશોર સાથે શારિરીક છેડીતી કરી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે કતારગામ પોલીસ મથકમા સાધુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.  સુરતના વેડરોડ વિસ્તારમા સ્વામીનારાયણ ગુરુકુળ સ્કુલ આવેલ છે. જ્યાં 14 વર્ષનો બાળક ધોરણ 9માં અભ્યાસ કરે છે. અભ્યાસ દરમિયાન ત્યાં સેવા આપતા સાધુ પતિતપાવન સ્વામીએ બાળક પર નજર બગાડી હતી. સ્વામીએ એકલતાનો લાભ ઉઠાવીને બાળક સાથે શારીરિક છેડતી કરી હતી. શરુઆતમા બાળકને આ અંગે કોઇને ન કહેવાની ધમકી આપવામા આવી હતી.