2.5 ફૂટની મૂછો ધરાવતા આ ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

  • 2.5 ફૂટની મૂછો ધરાવતા આ ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

સાબરકાંઠા: સાબરકાંઠા લોકસભાની બેઠકનો ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમ્યાન એક એવા પણ ઉમેદવાર છે કે જેઓ પોતાની અઢી ફુટ લાંબી મુછો ધરાવે છે. અને લાંબી મુછોને લઇને નિવૃત્ત આર્મી કેપ્ટન મગનભાઇ સોલંકી આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સૈન્યમાં કેપ્ટન પદેથી નિવૃત્ત થયેલા મગનભાઇ સોલંકી પોતાની મુછો પર ગર્વ ધરાવે છે. મગનભાઇ પોતાની મુછોને લઇને વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી છે અને લાંબી મુછોને લઇને તેઓ અલગ ઓળખ ધરાવે છે. 

મગનભાઇ અને તેમના પત્નિ દરરોજ મગન ભાઇની મુછોને સવારવામાં સવારે એક કલાકનો સમય ખર્ચે છે આ માટે સવારે મુછોને શેમ્પુ થી ધોઇને ખાસ પ્રકારના તેલથી માલીશ કરે છે. અને માલિશ કર્યા બાદ લાંબી મુછોને ગોળ વાળીને પોતાના બંને ગાલ પર રાખે છે અને આમ તેમનો ચહેરો એક ફૌજીને શોભે તેવો ભરાવદાર દેખાઇ આવે છે. મગનભાઇ આમતો ૧૯ વર્ષ ની ઉમર થી જ પોતાની મુછોની પર સાર સંભાળ લેવાની શરુઆત કરી હતી અને મુછોને ક્યારેય જીવનમાં કાતરને અડવા દીધી નથી.