વલ્લભીપુરના મોણપુરમાં શરીર સંબંધ બાંધવાની ના પાડનારી મહિલા અને તેના પતિની હત્યા

  • વલ્લભીપુરના મોણપુરમાં શરીર સંબંધ બાંધવાની ના પાડનારી મહિલા અને તેના પતિની હત્યા
    વલ્લભીપુરના મોણપુરમાં શરીર સંબંધ બાંધવાની ના પાડનારી મહિલા અને તેના પતિની હત્યા

ભાવનગર, તા. 22
ભાવનગર જીલ્લાનાં વલ્લભીપુર તાલુકાનાં મોણપર ગામે વાડી વિસ્તારમાં રહેતા પતિ-પત્ની ઉપર તિક્ષણ હથિયારો વડે માતા અને આંખના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હત્યારાઓ નાસી છુટયા હતાં. બેવડી હત્યાનાં આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને 24 કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી શરીર સુખ માણવાનો ઈન્કાર કરતા પહેલા પતિ અને બાદમાં પત્નીની કોસના ઘા મારી ગામના જ શખ્સે હત્યા કરી નાખ્યાનું ખુલ્યુ હતું.
બનાવની વિગત મુજબ મોણપર ગામે વાડી વિસ્તારમાં એક વાડીમાં ભાગીયુ રાખી રહેતા જોરૂભાઈ કાંતીભાઈ ચુડાસમા ઉ.વ.30 અને તેના પત્ની વર્ષાબેન વિપુલભાઈ ચુડાસમા ઉ.વ.30 ઉપર રાત્રીનાં સમયે કોઈ અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારનાં ઘા માથા અને આંખના ભાગે ઝીંકી પતિ-પત્ની બન્નેની હત્યા કરી નાસી છુટયા હતાં.
આ બનાવથી સવારે જાણ થતા જ વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક જોરૂભાઈને તેના પત્ની વર્ષાબેનના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી પંચનામુ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે કાંતીભાઈ લાખાભાઈ ચુડાસમા દેવીપુજકએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં
અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે બેવડી હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
વર્ષાબેને જોરૂભાઈ સાથે
દિયર વટુ કર્યુ હતુ
આ બનાવમાં મરનાર વર્ષાબેનએ તેના પ્રથમ પતિને પેરેલીસીસનો હુમલો આવ્યા બાદ દિયર જોરૂભાઈ સાથે દિયરવટુ કરી તેના પત્ની તરીકે રહેતી હતી.
શકમંદોની પૂછપરછ
બેવડી હત્યાનાં આ બનાવમાં પોલીસે કેટલાક શકમંદોની પૂછપરછ કરી છે. આ હત્યા પારીવારીક ઝઘડામાં જ કરવામાં આવી હોવાનું અનુમાન છે પોલીસે ટુંક સમયમાં જ ભેદ ઉકેલાઈ જશે તેમ જણાવાયુ હતું.
આ બાબત અંગે પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરી કેટલાક શકમંદોની પૂછપરછ હાથ ધરતા આ દંપતી સાથે રાત્રે ગામનો શખ્સ વાડીએ ગયો હોવાનું જાણવા મળતા આ શખ્સને પકડી કડક પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડયો હતો. અને પોતે દંપતિની હત્યા કર્યાનું કબુલ્યુ હતું જેમાં આ મૃતક દંપતીની સાથે જ મોણપરનો શખ્સ અજીત ત્રિકમભાઈ સાથળીયા રાત્રે વાડીએ ગયો હતો જેણે રાત્રીના મરનાર વર્ષાબેન પાસે શરીર સંબંધ બાંધવાની માંગ કરી હતી પરંતુ તેણીએ ના પાડી હતી. આ સમયે વર્ષાબેનનો પતિ મેરૂભાઈ જાગી જતા કોષના ઘા ઝીંકી બંન્નેને વેંતરી નાખ્યાનું કબુલ્યુ હતું.
તમંચા સાથે ઝડપાયો
ભાવગર એસઓજી પોલીસે વલ્લભીપુર તાલુકાનાં તોતણીયા ગામે રહેતા ભરત ઉર્ફે કાળુ કનુભાઈ ડાંગરને રંગપરનાં પાટીયા પાસેથી તમંચા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.