આકાશી આફત: કમોસમી વરસાદથી રાજ્યમાં ભારે નુકસાન, 7 મોત, 20 ઘાયલ

  • આકાશી આફત: કમોસમી વરસાદથી રાજ્યમાં ભારે નુકસાન, 7 મોત, 20 ઘાયલ

અમદાવાદ: ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં આવેલા અચનાક પલટાથી રાજ્યમાં આજે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ હતી. અને ગાજવીજ સાથે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ માત્ર વરસાદ નહોતો પરંતુ આકાશમાંથી ઉતરી આવેલી આફત જ હતી. અત્યાર સુધી આ તોફાની વરસાદ અને વાવાઝોડાથી કુલ 7 લોકોના મોત અને 20 ઘાયલ થયાના અહેવાલ મળ્યા હતા. 

ગુજરાતથી લઈને દિલ્હી સુધી અને પાકિસ્તાનના અનેક પ્રદેશોમાં પણ આની અસર દેખાઈ રહી છે. જે ગતિથી પવનની ગતિ જોવા મળી હતી. તે જોતા એવું લાગ્યુ કે, ગુજરાતમાં અચાનક આવેલા વરસાદ અને કરા પડવા પાછળ આ તેઝ ગતિથી ફૂંકતા પવન જ કારણભૂત છે.