પેરિસમાં 850 વર્ષ જૂનું ચર્ચ આગમાં ખાક, વિશ્વના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

  • પેરિસમાં 850 વર્ષ જૂનું ચર્ચ આગમાં ખાક, વિશ્વના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

પેરિસઃ ફ્રાન્સના પેરિસમાં આવેલા 850 વર્ષ જૂના વિશ્વપ્રસિદ્ધ ચર્ચ 'નોટ્રે-ડેમ કેથેડ્રલ'માં સોમવારે સાંજે ભીષણ આગ લાગવાને કારણે ચર્ચનો ગુંબજ અને છત તુટી પડી હતી. જોકે, અગ્નિશમન દળના કર્મચારીઓ ચર્ચની મુખ્ય ઈમારત અને બે મીનારા બચાવામાં સફળ થયા હતા. તેમણે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આ ઘટના પર વિશ્વના ટોચના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. 

આ આગ એટલી ભીષણ હતી કે, 12 સદીની વાસ્તુ કળાનો આ સર્વશ્રેષ્ઠ નમૂનાને મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાથી સ્થાનિક ખ્રિસ્તી સમુદાયના લોકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. 

વેટિકન પ્રવક્તા
વેટિકન સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે, "આ દુઃખની ઘડીમાં અમે ફ્રેન્ચ કેથોલિક્સ અને પર્શિયા સમુદાયની પડખે છીએ. અગ્નિશમન દળના કર્મચારીઓએ આ પૌરાણિક ઈમારતને બચાવવામાં જે મહેનત કરી છે તેની પ્રશંસા કરીએ છીએ."