શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ જોડાયા સપામાં, લખનઉથી લડી શકે છે ચૂંટણી

  • શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ જોડાયા સપામાં, લખનઉથી લડી શકે છે ચૂંટણી

નવી દિલ્હીઃ ભાજપમાં સતત વિદ્રોહી સૂર ફૂંક્યા બાદ કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા શત્રુધ્ન સિન્હના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. મંગળવારે પૂનમે સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવની મુલાકાત કરી હતી અને આ દરમિયાન જ ડિમ્પલે પૂનમને સમાજવાદી પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. 

લખનઉથી ચૂંટણી લડે તેવી સંભાવના
પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ હવે એવું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે કે તેઓ લોકસભા બેઠક પરથી ગઠબંધનના ઉમેદવાર બનશે. જો તેઓ લખનઉથી ચૂંટણી લડશે તો તેમની ટક્કર ભાજપના રાજનાથ સિંહ સાથે થશે.