પાટડીના અમરનગર ગામે 4.30 લાખની મત્તાની ચોરી

વઢવાણ તા.22
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાબાના અમરનગર ગામે દિકરીના લગ્ન કરવા માટે કબાટમાં રાખેલ રોકડ-દાગીના સહિતની 4.30 લાખની મતા તસ્કરો દિનદહાડે ચોરી કરીને લઇ ગયા હતા. આ તસ્કર બેલડી પૈકીનો એક શખ્સ ઘરની બહાર વોચ રાખીને ઉભો હતો. આ તસ્કરને મહિલાએ પડકાર્યો હતો. પરંતુ ઘરમાં ચોરી કરવા ઘુસેલા આરોપીને સંકેત આપતા ઘરમાંથી મતાની ચોરી કરી બન્ને શખ્સો ફરાર થઇ ગયા હતા પરંતુ પોલીસની ઝડપી કામગીરીમાં બન્ને આરોપીઓ બનાસકાંઠાથી મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ભીલવડ પંથકમાં ટોક ઓફ ટાઉન બનેલા આ ચોરીના બનાવની વિગતો એવા પ્રકારની છે કે પાટડીના અમરનગર ગામે રહેતા અમરાભાઇ મેપાભાઇ ભરવાડ અને તેમની પત્ની કૈલાસબેન એક દિકરી બે દિકરા સાથે રહે છે. પશુપાલનનો ધંધો કરે છે. 19/11ના રોજ અમરાભાઇ ભરવાડ પોતાના નાના દિકરાને લઇ પાટડી સંઘમાંથી ખાતર લેવા આવ્યા હત મોટો દિકરો માલઢોર ચરાવવા અને દિકરી ઢોરો માટે ચારો ભરવા ગઇ હતી અને પત્ની કૈલાસબેન વાડામા માલઢોરનું વાસીદુ કરતા હતા ત્યારે 19 થી 20 વર્ષના બે યુવાનો ઘરમાં પ્રવેશ્યા હતા એક યુવાન ઘર બહાર ઉભો રહ્યો એક ચોરી કરવા ઘરમાં ગયેલો તેમા તિજોરીના તાળા તોડી રોકડા 2,50,000 સોનાના સાડા છ તોલાના દાગીના અને ચાંદીના અઢી કીલોના દાગીના મળી કુલ રૂા.4,30,000ની ચોરી કરી ગયા હતા.
દરમ્યાન કૈલાસબેનની અજાણ્યા ઉભેલા યુવાન ઉપર નજર પડતા કૈલાસબેને કેમ ઉભો છુ તેમ કરતા બન્ને યુવાનો નાસી ગયા હતા આ બાબતે ફરીયાદ થતા પાટડી પીએસઆઇ કે.ડી.જાડેજા, ભરતભાઇ ચાવડા એ ગણતરીના કલાકમાંજ સીદીક લતીફ ઉર્ફે રત્નાભાઇ મીર(રે.દસાડા) અને નુરાભાઇ સતાભાઇ મીર (રે.ઢોલી) ઝડપી લીધા હતા અને રિમાન્ડમાં લેવા તજવીજ આદરી છે.
અકસ્માતે બેના મોત
સાયલામાં કપચી મેટલના વ્યવસાય સાથે સંકળાયેલા નરપતસિંહ ભીખુભા બારડ કે જેઓ વઢવાણના મઢાદ ગામે સોમનાથ સ્ટોનના કપચીની ખરીદી માટે ગયેલ હતા પરત આવતા હતા ત્યારે તેમના કાકાના પુત્ર મહેન્દ્રસિંહ હેમંતસિગભાઇએ સાયલા આવવાનું જણાવતા બન્ને ભાઇઓ બાઇક લઇને મઢાદ ગામના બોર્ડ પાસે જ પૂરઝડપે આવતી લકઝરી બસના ચાલકે બાઇકને હડફેટમાં લેતા તેમાં મહેન્દ્રસિંહ દુર ફંગોળાઇ જતા મોટીબા હોસ્પિટલે લઇ જવાતા તેનું મોત થયેલ હતું
બીજો બનાવ
સાયલાના સુદામઢા ગામે રહેતા પ્રભુભાઇ કાશીરામ બરોલીયા સુરતથી સાડીઓ લાવીને ટીકી, ભરતકામ કરતા હતા સુરતથી આવેલ સાડીઓ લઇ બાઇક લઇ પ્રભુદાસભાઇ સુદામડા પરત જતા હતા ત્યારે કેરાલાના રસ્તા પાસે અજાણ્યા ડમ્પર ચાલકે બાઇકને હડફેટમાં લેતા પ્રભુદાસભાઇને ફંગોળી દઇ નાસી જતા પ્રભુદાસભાઇનું મોત થયેલ હતું.