સરકારે દુધનો ભાવ ઘટાડતા બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર,આવેદન

  • સરકારે દુધનો ભાવ  ઘટાડતા બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર,આવેદન
    સરકારે દુધનો ભાવ ઘટાડતા બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર,આવેદન

બાબરા,તા.રર
બાબરા મામલતદાર કચેરી ખાતે આજે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાનીમાં તાલુકા અને શહેર કોગ્રેસ સમીતી દ્વારા પશુપાલકોની હાડમારીના મુદ્દે રાજયપાલને સંબોધી રેલી સુત્રોચ્ચાર સાથે આવેદન સુપ્રત કરવામાં આવ્યુ હતુ.
પત્રમાં જણાવ્યા મુજબ બાબરા તાલુકો હાલ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. આવા સમયે પશુ નિભાવ માટેની જરૂરીયાત નિરણ ઘાસ,ખાણદાણ ખુબજ મોઘા થયાં છે ત્યારે પશુપાલન અને ખેતી ઉપર નભી રહેલા બાબરા તાલુકા સહીત રાજયભરમાં રાજય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી દુધના ભાવોમાં ઘટાડો કરતાં પશુપાલકોને અપુરતુ વેતન મળે છે રાજય સરકાર દ્વારા ફેર વિચારણા હાથ ધરી પોષણક્ષમ ભાવો આપવા અંગે આવેદન આપવામાંઆવ્યું છે.
ધારાસભ્ય ઠુંમરનાં જણાવ્યા મુજબ બાબરા વિસ્તાર અછતગ્રસ્ત છે અને માલધારી પશુપાલન વ્યવસાય કરનારા ખેડુતો પોતાનું મહામુલુ પશુધન બચાવવા હીજરત કરવા સુધીની તૈયારી દર્શાવી રહ્યું છે. આવા સમયે દુધ ઉત્પાદનના ભાવો ઘટાડી દેવાથી પડયા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાવા પામેલ છે.સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય જાહેર કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં આંદોલન સુધી અચકાશુ નહી તેમ ખેડુતો અને પશુપાલકોના હીતમાં જણાવ્યું છે.