સાયલા પાસે અકસ્માતના અલગ બનાવમાં બેના મોત

વઢવાણ, તા. 22
સાયલા પાસે બે અકસ્માતમાં બેના મોત નિપજયા હતાં. સાયલામાં કપચી મેટલના વ્યવસાયમાં સંકળાયેલા નરપતસિંહ ભીખુભા બારડ કે જેઓ વઢવાણના મઢાદ ગામે સોમનાથ સ્ટાનેમાં કપચીની ખરીદી માટે ગયેલ હતા પરત આવતા હતા ત્યારે તેમના કાકાના પુત્ર મહેન્દ્રસિંહ હેમનસગભાઈએ સાયલા આવવાનું જણાવતા બન્ને ભાઈઓ બાઈક લઈને મઢાદ ગામના બોર્ડ પાસે જ પુરઝડપે આવતી લકઝરી બસના ચાલકે બાઈકને હડફેટમાં લેતા તેમા મહેન્દ્રસિંહ દૂર ફંગોળાઈ જતા ચોટીલા હોસ્પીટલે લઈ જવાતા તેનુ મોત થયેલ હતું.
સાયલાના સુદામડા ગામે રહેતા પ્રભુભાઈ કાશીરામ બારોલીયા સુરતથી સાડીઓ લાવીને ટીકી, ભરતકામ કરતા સુરતથી આવેલ સાડીઓ લઈ બાઈક લઈ પ્રભુદાસભાઈ ચુડામડા પરત જતા હતા ત્યારે કેરાળાના રસ્તા પાસે અજાણ્યા ડમ્પર ચાલકે બાઈકને હડફેટમાં લેતા પ્રભુદાસભાઈને ફંગોળી નાસી જતા પ્રભુદાસભાઈનું મોત થયેલ હતું.