ચૂંટણીથી બરાબર પહેલા DMKના નેતા અને સાંસદ કનિમોઝીના ઘરે ITના દરોડા

  • ચૂંટણીથી બરાબર પહેલા DMKના નેતા અને સાંસદ કનિમોઝીના ઘરે ITના દરોડા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં બીજા તબક્કાના મતદાનના બરાબર બે દિવસ પહેલા તમિલનાડુથી રાજ્યસભાના સાંસદ અને ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિનની બહેન કનિમોઝીના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં બીજા તબક્કામાં 39 લોકસભા અને 18 વિધાનસભા બેઠક માટે 18 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. 

તમિલનાડુમાં એક મોટું કેશ-ફોર-વોટ રેકેટ પકડાયાના થોડા દિવસ પછી મંગળવારે મોડી સાંજે આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ઘરમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ પડી હોવાની સુચનાના આધારે કનિમોઝીના ઘરે ચકાસણી માટે અધિકારીઓ પહોંચ્યા છે.