ચાલુ કોલેજે કોલેજીયનને હાર્ટ એટેક આવતા મૃત્યુ

  • ચાલુ કોલેજે કોલેજીયનને હાર્ટ એટેક આવતા મૃત્યુ
    ચાલુ કોલેજે કોલેજીયનને હાર્ટ એટેક આવતા મૃત્યુ

જુનાગઢ, તા. 22
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ચાલુ કોલેજ દરમિયાન એટેક આવી જતાં વિદ્યાર્થી માટે આ એટેક જીવલેણ નિવડયો હતો. આ દુ:ખદ ઘટનાથી કૃષિ યુનિ.ના અધિકારીઓ, પ્રોફેસર અને વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ જવા પામી હતી.આ દુ:ખદ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ જુનાગઢ કૃષિ યુનિ.માં રહીને કૃષિ યુનિ.ના એન્જીનીયરીંગનાં કોર્ષમાં પ્રવેશ વર્ષ બી.ટેકમાં અભ્યાસ કરતા તળાજા તાલુકાના મોટા સમઢીયાળા ગામનો વિદ્યાર્થી મનીષ રમેશભાઈ ભટ્ટ ઉ.વ.19 સવારના સમયે કોલેજમાં અભ્યાસ અર્થે ગયેલ ત્યારે એકાએક હાર્ટ એટેક આવી જતા જેને તાત્કાલીક જુનાગઢ દવાખાને સારવાર માટે ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેના મૃત જાહેર કરતા કૃષિ યુનિ.ના અધિકારીઓ, પ્રોફેસર ગણ તથા વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ જવા પામી હતી.