લખનઉમાં રાજનાથ સિંહ સામે કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને આપી ટિકિટ

  • લખનઉમાં રાજનાથ સિંહ સામે કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને આપી ટિકિટ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ દ્વારા 3 ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસે લખનઉ બેઠક પર પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય લીધો છે. લખનઉ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે, હવે લખનઉ બેઠક પર ભાજપના રાજનાથ સિંહની ટક્કર કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને સપાના ઉમેદવાર પૂનમ સિન્હા સાથે થશે. 

કોંગ્રેસે આ ઉપરાંત ઉત્તરપ્રદેશની કેસરગંજ અને મધ્યપ્રદેશની ઈન્દોર બેઠકના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી છે. યુપીના કેસરગંજ પર કોંગ્રેસે વિનય કુમાર પાંડેયને ઉમેદવાર બનાવ્યા છે. અહીં ભાજપના બૃજભૂષણ શરણ સિંહ ચૂંટટણી લડી રહ્યા છે. જોકે, વિનય કુમાર પાંડેય શ્રાવસ્તીથી ચૂંટણી લડવા માગતા હતા, કેમ કે તેઓ અહીં 2009માં ચૂંટણી જીતી ચૂક્યા છે.