પિતાએ ગીફટ કરેલી સાયકલને ટ્રકની ઠોકરથી સ્કુલે જતા વિદ્યાર્થીનું મૃત્યું

  • પિતાએ ગીફટ કરેલી સાયકલને ટ્રકની ઠોકરથી સ્કુલે જતા વિદ્યાર્થીનું મૃત્યું
    પિતાએ ગીફટ કરેલી સાયકલને ટ્રકની ઠોકરથી સ્કુલે જતા વિદ્યાર્થીનું મૃત્યું

ભાટીયા,તા.રર
ભાટીયા શંકર ટેકરી વિસ્તારપાસે સાયકલ લઈને સ્કુલે જતા બાળક પર ટ્રક ફરી વળતા બાળકનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
ભાટીયા-કલ્યાણપુર રોડ પર આજે બપોરે અગીયાર વાગ્યા આસપાસ ભાટીયા ગામના જગદીશ ચંદુભાઈ દુબેનાં આઠમાં ધોરણમાં વિવેકાનંદ સ્કુલમાં અભ્યાસ કરતો બાર વર્ષના પુત્ર જતીનને પુરપાટ જતા ટ્રકે હડફેટે લેતા આ બાળકનું બનાવ સ્થળેજ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જતિન પોતાની નવી સાયકલ જે તેમનાં પપ્પાએ આ સાયકલ બે દિવસ પહેલાજ તેમના જન્મદિવસ નીમિતે લઈ આપેલ. તે લઈ અને સ્કુલે જતો હતો ત્યારે પાછળથી પુર પાર ઝડપે કાંકરી ભરેલ ટોરસ ટ્રક નં. જી.જે.10 ઝેડ 8009 ના ટ્રક ચાલકે આ માસુમ બાળકને હડફેટે લઈ લેતા જતિનનું બનાવ સ્થળેજ કમકમાટીભર્યુ મોત નિપજયુ છે.
ભારે વાહનોની અવર જવરના કારણે લોકોમા ભારે રોષ છે. આ બનાવની જાણ થતાં શંકર ટેકરી વિસ્તાર તેમજ બાજુમાંજ આવેલ વિવેકાનંદ સ્કુલનો સ્ટાફ, ભાટીયા પોલીસ સ્ટાફ તેમજ ગામનાં સેવાભાવી લોકો નિલેશભાઈ કાનાણી, પ્રફુલભાઈ ભાયાણી, ઉપ સરપંચ બાબુભાઈ ગોજીયા, જીતુભાઈ દાવડા, ચાંદભાઈ સહિતના પહોચી ગયા હતા.
હાલ બાળકને પી.એસ. કરાવવા માટે કલ્યારપુર સરકારી દવાખાને લઈ જવામાં આવેલ છે. મૃતકતેના પિતાનો એકનો એક દિકરો હોય તેમ જાણવા મળેલ છે.