મત માંગવા આવેલા ભાજપના આ નેતા લોકોની વચ્ચે ધૂણવા લાગ્યા

  • મત માંગવા આવેલા ભાજપના આ નેતા લોકોની વચ્ચે ધૂણવા લાગ્યા

રાજકોટ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા માતાજીના માંડવામાં ધૂણતા દેખાયા હતા. જેના કારણે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે, કે પ્રચાર કરવા માટે પહોંચેલા મોહન કુંડારિયા અને અરવિંદ રૈયાણી ભુવા બનીને ધુણવા માડ્યા હતા. માતાજી પ્રત્યે શ્રદ્ધા ધરાવતા લોકોના મત લેવા માટે મોહન કુડારિયા ભુવા બનીને ધૂણી હતા તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

મહત્વનું છે, કે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે હવે ભાજપના નેતા અને વર્તમાન સાંસદ મોહન કુંડારિયા માતાજીના નામે અને શ્રદ્ધાના નામે રાજકારણ કરીને મત માંગી રહ્યા છે. ભુવાબનીને ધૂણવાની વાત થઇ છે. મહત્વનું છે, કે નેતાઓ લોકોના મત માંગવા માટે નેતાઓ તમામ પ્રકારની હદ પાર કરી જતા હોય છે, ત્યારે હવે ભાજપના નેતાઓ લોકોની શ્રદ્ધાનો સહારો લઇને મત માંગી રહ્યા છે.