પાણીના ખુલ્લા ટાંકામાં ન્હાવા પડતા યુવાનનંુ મોત

  • પાણીના ખુલ્લા ટાંકામાં ન્હાવા પડતા યુવાનનંુ મોત

ભાવનગર જશોનાથ સર્કલમાં આવેલ બગીચાના પાણીના મોટા ટાંકામાં સર્કલની આજુબાજુ ફુટપાથ પર રહેતો ક.પરા િવસ્તારનો યુવાન નહાવાપડતાતેમાં ડૂબી જતા તેનું મોત િનપજ્યું હતું. 

શહેરના ક.પરા ટેકરીચોક િવસ્તારમાં રહેતા પરંતુ જશોનાથ સર્કલની આજુબાજુ મોટાભાગનો સમય િવતાવતા પ્રકાશભાઈ રમેશભાઈ ટેભાણી (ઉં.વ.35) આજે બપોરે જશોનાથ ચોકમાં આવેલ સર્કલમાં બગીચાને પાણી પાવા માટે બનાવેલ પંદરેક ફૂટ ઊંડો અને પહોળા પાણીથી છલોછલ ભરેલ ટાંકામાં દરરોજ અન્ય સાગરીતોની સાથે નહાવા પડતા હતા તેમ આજે પણ ન્હાવા પડયા હતા. જોકે ટાંકો પેક હતો પરંતુ ઢાંકણનો ભાગ ખુલ્લો રહેતો હોય તેમાંથી અંદર નહાવા પડતા અંદર આવેલ વડવાઈઓના મૂળીયામાં ફસાઈ જતા ડૂબી ગયા હતા. 

જોકે ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતા તેનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બે કલાકની સખત જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. વધુ તપાસ એ.ડીવીઝન પોલીસે હાથ ધરી હતી.