સીંગતેલ સહીતના ખાદ્યતેલો સ્થિર

  • સીંગતેલ સહીતના ખાદ્યતેલો સ્થિર
    સીંગતેલ સહીતના ખાદ્યતેલો સ્થિર

રાજકોટ: સીંગતેલ સહીતના ખાદ્યતેલના ભાવ ટકેલા રહ્યા હતા. ખાંડ, ચણા-બેસન બજાર પણ જળવાયેલુ રહ્યુ હતુ. રૂ-કપાસ બજારમાં સુસ્તી જોવા મળી હતી. એરંડા વાયદામાં મજબુતી બાદ આજે જળવાયેલુ વલણ રહ્યુ હતુ. વિદેશ પાછળ સોના-ચાંદી બજારમાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.
મગફળી
સૌરાષ્ટ્રમાં અંદાજે પ0,000 ગુણી મગફળીની આવક રહી હતી. રાજકોટમાં મગફળી જીણી 930-940 અને મગફળી જાડી 880-890 ઉપર રહી હતી. જુનાગઢમાં 9000 ગુણીની આવક રહી હતી. જી10 17,600, જીર0 17,800, ગુજરાત37 18,700, પિલાણ 16100, જામજોધપુરમાં 7000 ગુણી મગફળીની આવકે જીણી 600-890 અને જાડી પ00-8પ0 ઉપર રહી હતી. સુત્રાપાડામા જીર0 ની 1300 ગુણીની આવકે ભાવ 7પ0-90પ અને કોડીનારમાં 6000 ગુણીની આવકે 738-908 ઉપર ભાવ જોવા મળ્યા હતા.
સીંગતેલ
સીંગતેલ સહીતનાં ખાદ્યતેલોના ભાવમાં જળવાયેલુ વલણ રહ્યુ હતુ. રાજકોટમાં 8-10 ટેન્કરનાં કામકાજ વચ્ચે લુઝનાં ભાવ 9પ0 અને જામનગરમાં 9પ0 ઉપર ભાવ રહ્યા હતા. જયારે 3પ-40 ગાડીના કામકાજ વચ્ચે વોશના ભાવ 67પ-678 ઉપર નોંધાયા હતા.
ટેકસપેઈડ સીંગતેલમાં બ્રાન્ડવળાની લેવાલી ના હોય ભાવ સ્થિર રહ્યા હતા. રાજકોટમાં સીંગતેલ 1પ કી.ગ્રા. નવા ટીન 1660-1670, 1પ કી.ગ્રા.લેબલ ટીન 16ર0-1630, 1પ લીટર નવા ટીન 1પ30-1પ40, 1પ લીટર લેબલ ટીન 1490-1પ00 ઉપર રહ્યા હતા. કપાસીયા 1પ કી.ગ્રા. ટીન 1190-1રર0, 1પ લીટર ટીન 1110-11રપ, વનસ્પતી ઘી 1000-1ર00, પામોલીન ઓઈલ 99પ-100પ, કોપરેલ ર3પ0-ર4પ0, દીવેલ 1880, કોર્ન 1રર0, મસ્ટર્ડ ઓઈલ 1300-13પ0, સનફલાવર 1300 ઉપર રહ્યા હતા.
ખાંડ
ખાંડ બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા. રાજકોટમાં 700 ગુણીની આવકે ડી ગ્રેડમાં 3ર80-3370 અને સી ગ્રેડમાં 34ર0-3પ00 ભાવ રહ્યા હતા.
ચણા-બેસન
ચણા-બેસન બજારમાં ખાસ ઘરાકી ના હોય વલણ જળવાયેલુ રહ્યુ હતુ. રાજકોટમાં ચણા 4600-4700, બેસન 4પ00-4600 અને ચણા દાળના ભાવ પ900-6000 રહ્યા હતા.
એરંડા
ગઈ કાલે એરંડા વાયદામાં મજબુતી આવ્યા બાદ આજે ટકેલુ વલણ રહ્યુ હતુ. ગુજરાતમાં 1પ000-16000 ગુણીની આવકે ભાવ 1080-1100, સૌરાષ્ટ્રમાં 1ર00-1300 ગુણીની આવકે ભાવ 1040-1100 રહ્યા હતા.
પીઠાના ભાવ જોઈએ તો જગાણા 110પ-1110, કડી 1100, કંડલા 1100, માવજી હરી 1100-110પ, ગીરનાર 1100-110પ ઉપર ભાવ રહ્યા હતા. દિવેલ બજારમાં પણ જળવાયેલુ વલણ રહેતા ભાવ 11રપ-113પ ઉપર જોવા મળ્યા હતા.
રૂ-કપાસ
રૂ-કપાસ બજારમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં રૂ ગાંસડીના ભાવમાં 100-ર00 ના ઘટાડા સાથે 4પ000-4પ,પ00 તેમજ કપાસીયા 460-470 ઉપર રહ્યા હતા. માણાવદરમાં રૂ ગાંસડી 4પ,300-4પ,700 જયારે કપાસીયા 470-46પ ઉપર જોવા મળ્યા હતા.
કપાસ બજાર જળવાયેલુ વલણ રહ્યુ હતુ. ગુજરાતમાં 3પ,000 ગાંસડી,દેશમાં 1,4પ,000 ગાંસડીની આવક રહી હતી. સૌરાષ્ટ્રમાં જોઈએ તો 1,પ0,000-1,7પ,000 મણની આવક રહી હતી. મુખ્ય મથકોમાં જોઈએ તો રાજકોટમાં ર4,000-રપ,000 મણે 1100-1160,હળવદમાં 17,000-18,000 મણે 1080-114પ, બોટાદમાં 30,000-3પ,000 મણે 1080-1160, અમરેલીમાં 14,000-1પ,000 મણે 1100-116પ ઉપર ભાવ રહ્યા હતા. જયારે કોડીનારમાં 3000 મણે 111પ-1140 ઉપર ભાવ નોંધાયા હતા.
ખોળમાં કડી 1180-1190, રાજકોટમાં 1000-1140 અને માણાવદરમાં 96પ ઉપર રહ્યો હતો.
સોના-ચાંદી
વિદેશ નિતી પાછળ ભારતીય સોના-ચાંદી બજારમાં ભાવમાં સુધારો જોવા મળ્યો છે. રાજકોટમાં જોઈએ તો ચાંદીમાં રૂા.300 નો સુધારા સાથે કિ.ગ્રા.ના ભાવ 37,700 ઉપર રહ્યા હતા. જયારે સોનામાં રૂા.પ0 ના સુધારા સાથે સ્ટાન્ડર્ડના ભાવ 31,9પ0 અને રર કેરેટના
ભાવ 30,8પ0 ઉપર નોંધાયા હતા. બિસ્કીટના ભાવ 3,19,પ00 ઉપર રહ્યા હતા.