બાબરામાં મગફળી ખરીદ કેન્દ્રની સરપ્રાઈઝ વીઝીટે ધારાસભ્ય

  • બાબરામાં મગફળી ખરીદ કેન્દ્રની સરપ્રાઈઝ વીઝીટે ધારાસભ્ય
    બાબરામાં મગફળી ખરીદ કેન્દ્રની સરપ્રાઈઝ વીઝીટે ધારાસભ્ય

બાબરા, તા. 22
ખેડુતોની વિવિધ રજૂઆત મુદ્દે મગફળીની ખરીદી કેન્દ્ર બાબરા ખાતે ધારાસભ્યની સરપ્રાઈઝ વિઝીટ કરી મગફળીની ટકાવારી બારદાન સહીતની ચકાસણી કરી હતી.
બાબરા ખાતેના માર્કેટ યાર્ડ સંકુલ ખાતે છેલ્લા 15 દિવસથી મગફળી ખરીદી કેન્દ્રની શરૂઆતના સમયે ખેડુતોના વારા મુદ્દે ઉઠેલી બબાલ બાદ સ્થાનિક મામલતદાર ખીમાણીની રાહબરી હેઠળ ખેડુતોની માંગણી ધ્યાને રાખી મગફળી કેન્દ્ર દિન પ્રતિદિન નોંધપાત્ર કામગીરી કરી રહ્યુ છે ત્યારે ખેડુતોની માંગો તથા રજુઆત પરત્વે સીધુ ધ્યાન આપવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અગ્રભાગ વિજળી ખરીદી કેન્દ્રની મુલાકાત યોજી હતી.
ઉપસ્થિત ખેડુતો દ્વારા ખરીદી કેન્દ્રના નિયમો અને મગફળી રીજેક થયાની ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની ઉપસ્થિતિમાં રાવ કરતા તમામ ખેડુતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મામલતદાર તથા સાથી કર્મચારી દ્વારા ખેડુતો સમક્ષ રીઝેક કરેલી મગફળીના યાત્રીક કારણે સાથે પ્રત્યક્ષ સમજ આપતા ખેડુત પરિવારોને સંતોષ થયો છે.
જાગૃત ધારાસભ્ય તરીકે છાપ ધરાવતા વિરજીભાઈ ઠુંમર જનતા જર્નાદનના પ્રશ્ર્ને સ્થળ મુલાકાત અને પ્રત્યક્ષ તપાસ જાણકારી મેળવતા હોવાથી સર્વશ્રી ખેડુતોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.