શિહોરમાં બ્રહ્મ સમાજનો જીવન સાથી પસંદગી મેળો

સાવરકુંડલા તા.22
અખિલ ગુજરાત બ્રહ્મ યુવા પરિષદ પ્રેરિત અને સાવરકુંડલા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત સમસ્ત બ્રહ્મ સમાજનોરાજય કક્ષાનો જીવનસાથી પસંદગી મેળો આગામી તા. 30-12-18ને રવિવારના રોજ શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગ્યારશે બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં સવારના 8 થી સાંજના 4 સુધી યોજાશે. જેના પ્રવેશ ફોર્મ તથા વધુ માહીતી મહેશભાઇ જાની ખારા કુવા ચોક, શિહોર મો. 99252 00458, શૈલેષભાઇ મહેતા ગેબી ટ્રાવેલ્સ પેટ્રોલ પંપ સામે શિહોર, ગૌતમભાઇ સ્ટેશનરી વડલા ચોક, શિહોર, નિરંજન ફોટોસ્ટોર હાઇકોર્ટ રોડ ભાવનગર તથા સાવરકુંડલામાં ધર્મશંકરભા ભટ્ટ (મો. 98796 787622) પાસેથી મળશે.