પૂજય ધીરગુરુના સાંનિધ્યે ‘સુપર ડુપર આત્મા’નું લોકાર્પણ

  • પૂજય ધીરગુરુના સાંનિધ્યે ‘સુપર ડુપર આત્મા’નું લોકાર્પણ
    પૂજય ધીરગુરુના સાંનિધ્યે ‘સુપર ડુપર આત્મા’નું લોકાર્પણ

રાજકોટ,તા.15
શ્રી નડિયાદ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ત્રણેક વર્ષે પધારેલા સુપ્રસિધ્ધ જૈનમુનિ પ.પૂ. ધીરગુરુદેવના સાંનિધ્યે આયોજીત ધર્મસભામાં જણાવેલ કે જીવનમાં રીએકશનથી બચવા નો આરગ્યુમેન્ટ અર્થાત્ દલીલબાજીથી બચો. નો એડવાઇઝ અર્થાત્ વગર માંગી સલાહ ન આપવી. ત્રિસૂત્રી કાર્યક્રમનો અમલ કરવાથી જીવન નંદનવન બનશે.
પ્રવચન મધ્યે પૂ.ગુરુદેવના વ્યાખ્યાન સંગ્રહ ‘સુપર ડુપર આત્મા’ની લોકાર્પણ વિધિ લતા ગાંધી, કલ્પના ધરોડ, ભાવના મહેતા, સુનિતા પામેચા, મોની ધરોડના હસ્તે કરવામાં આવેલ.ઉપાશ્રય નૂતનીકરણમાં સર્વ ગીજુભાઇ ભાવસાર, રજનીભાઇ ભાવસાર, પંકજભાઇ અંબાલાલ શાહ, સૌરભભાઇ શાહ, રાજુભાઇ ધરોડ, મનોહરલાલ પામેચા વગેરેએ લાભ લીધેલ.
જીવદયા કળશનો કમલેશ ભાવસાર અને વિહારધામમાં ખુરીશીનો ભાવિકોએ લાભ લીધેલ. આ પ્રસંગે અમદાવાદ, આણંદ, નવાનરોડા, સુરત વગેરે ગામના ભાવિકોની હાજરી હતી. નવાનરોડા નૂતન ઉપાશ્રયમાં દાતાઓ જોડાયા હતા. મનીષ શાહે આભાર વિધિ કર્યા બાદ સંઘજમણ રાખેલ.
પૂ.શ્રી ધીરગુરુદેવ મંગળવારે સવારે 7-30 કલાકે આણંદ પધાર્યા બાદ 9-30 થી 11-30 ‘હેવન ઇઝ હિયર’ વિષય પર પ્રવચન અને સંઘજમણ રાખેલ છે. ચતુર્માસ ઘાટકોપર બિરાજશે. કાર્યક્રમને સફળ બનાવવા મુકેશ ગાંધી, રાજુ ધરોડ, હર્ષદ લાખિયા, સતીશ શાહ, દીપેન ધરોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.