સરકારે કરી તળાજા યાર્ડ માં હલકી ગુણવત્તાના જુના બારદાન મોકલ્યા !

  • સરકારે કરી તળાજા યાર્ડ માં હલકી  ગુણવત્તાના જુના બારદાન મોકલ્યા  !
    સરકારે કરી તળાજા યાર્ડ માં હલકી ગુણવત્તાના જુના બારદાન મોકલ્યા !

ભાવનગર તા.21
ટેકા ના ભાવ એ સરકાર દ્વારા ખરીદાતી મગફળી ને લઈ તળાજા માર્કેટીંગ યાર્ડ માં આજ ફરી ને જુના અને હલકી ગુણવત્તા ના બારદાન સરકાર દ્વારા જ મોકલવામાં આવતા મગફળી ખરીદી માં બારદાન કૌભાંડ પાર્ટ- ટુ સર્જાવાવા ની ગન્ધ અહીં ખેડૂતો ને આવી રહી છે. એટલુંજ નહિ જે બારદાન આવ્યા છે તેમ બજર તમાકુ ની વાસ આવતી હોય તે વાપરવા માજ મજૂરો ને તકલીફ પડી રહી છે.
લાભ પાંચમ થી સરકાર દ્વારા સમગ્ર રાજ્ય ના પગલે તળાજા માં પણ સરકારી પ્રશાસન ને કામે લગાડી મગફળી ટેકાના ભાવે સારી ગુણવત્તા ની ખરીદવા નું સરકાર દ્વારા જ શરૂ કરવામાં આવ્યા ના પ્રથમ દિવસેજ જુના અને ફાટેલા બારદાન નવા ની જગ્યા એ આવતા શનકા કુશનક જાગી હતી. ટેકાના ભાવ એ મગફળી ખરીદી ને લઈ ફરીને બારદાન કોમ્ભાંડ આચરવામાં આવશે કે કેમ તેવા ખેડૂતો માં થી સવાલો ઉઠ્યા હતા.
અહેવાલો બાદ રાતો રાત સરકાર એ નવા બારદાન તળાજા યાર્ડ માં મોકલ્યા હતા. તે બારદાન 35 કિલો ની ભરતી ના બદલે 30 કિલો ની ભરતી ના આવતા એ બારદાન માં મગફળી ભરવી કે નહીં તે નિર્ણય તાત્કાલિક સરકાર ન લઈ શકતા એક દિવસ તળાજા યાર્ડ માં ખરીદી અને ભરતી બંધ રહી હતી.એ સમયે સાવ અણઘડ વહીવટ ચાલતો હોય તેવો ખેડત વર્ગ ને અહેસાસ થયો હતો. સરકાર પ્રત્યે ખેડૂતો એ તીખી પ્રતિ ક્રિયા આપી હતી.
બે દિવસ થી માંડ સ્થિતિ રાગે પડી હોવાનો ખેડૂતો ને અહેસાસ થયો ત્યાંજ ગત રાત્રે સરકાર દ્વારા મોકલવામાં આવેલ બારદાન ફરીને હલકી ગુણવત્તા અને જૂના આવ્યા . એટલુંજ નહિ જે બારદાન આવ્યા તેમાં બજર તમાકુ ની વાસ આવતી હોય ગાડી માંથી મજુર વર્ગ ને ઉતારવા માજ ભારે તકલીફ પડી હતી. તેમપાવઠી ગામ થી મજૂરી કામ કરવા આવતા જીવનભાઈ એ જણાવ્યૂ હતું.
તેઓ એ ઉમેર્યૂ હતું કે આ બારદાન વાપરવા થી છીંક આવવી અને શ્વાસ લેવા માં તકલીફ પડે છે. જો મજૂરો બારદાન વાપરવા ની ના પાડી દે અને હલકી ગુણવત્તા ના બારદાન હોય તેમ સ્થાનિક અધિકારી પણ મગફળી ભરવા.ની ના પાડી દેતો ફરી ને એક દિવસ અહીં મગફળી ખરીદી અને ભરતી બન્ધ રહે તેવા એંધાણ.વર્તાય રહ્યા છે. જેને લઈ મગફળી લાવેલ ખેડૂતો ને સમય અને નાણાં નો વ્યય થાય. તથા અહીં મજૂરી કરીને ગુજરાન ચલાવતા મજૂરો ને બેસવાનો વારી આવે તો એક દિવસ ની દાડી ન મળે તેથી ગરીબ મજૂરો ને પણ તકલીફ વેઠવા નો સરકાર ના અણઘડ અથવાતો ખેડૂતો ના શબ્દો માં કહી એ તો મગફળી ને લઈ બારદાન કોમ્ભાંડ ટુ ને લઈ વારો આવશે.