ભાજપે ઉત્તર પ્રદેશના 7 ઉમેદવારો જાહેર કર્યા, ગોરખપુરથી ભોજપુરી સ્ટાર રવિ કિશન મેદાનમાં

  • ભાજપે ઉત્તર પ્રદેશના 7 ઉમેદવારો જાહેર કર્યા, ગોરખપુરથી ભોજપુરી સ્ટાર રવિ કિશન મેદાનમાં
    ભાજપે ઉત્તર પ્રદેશના 7 ઉમેદવારો જાહેર કર્યા, ગોરખપુરથી ભોજપુરી સ્ટાર રવિ કિશન મેદાનમાં

નવી દિલ્હી: ભાજપે ભોજપુરી અભિનેતા રવિ કિશનને ગોરખપુર લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. ગોરખપુરથી હાલના સાંસદ પ્રવીણ નિષાદને સંત કબીરનગરથી ટિકિટ અપાઈ છે. સંતકબીર નગરથી હાલના સાંસદ શરદ ત્રિપાઠીની ટિકિટ કાપીને તેમની જગ્યાએ પિતા રમાપતિ રામ ત્રિપાઠીને દેવરિયાથી ટિકિટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે શરદ ત્રિપાઠી થોડા સમય પહેલા જ 'જૂતાકાંડ'ના કારણે ચર્ચામાં હતાં.