જામનગર જીલ્લા પંચાયતનાં સદસ્યાના પતિની કાર પર યાર્ડ અગ્રણી જુથ દ્વારા પથ્થરમારો

  • જામનગર જીલ્લા પંચાયતનાં સદસ્યાના પતિની કાર પર યાર્ડ અગ્રણી જુથ દ્વારા પથ્થરમારો
    જામનગર જીલ્લા પંચાયતનાં સદસ્યાના પતિની કાર પર યાર્ડ અગ્રણી જુથ દ્વારા પથ્થરમારો

જામનગર,તા.ર1
જામજોધપુરની ગીંગણી બેઠકનાં જીલ્લા પંચાયતનાં સદસ્યાનાં પતિની મોટરકાર ઉપર માર્કેટયાર્ડના અગ્રણી જુથ્થ દ્વારા હુમલો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં તેમને કાનનાં ભાગમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. એક તબકકે ફાયરીંગ થયાની અફવાએ પણ જોર પકડતા પોલીસમાં પણ દોડધામ મચી જવા પામી હતી.
જામનગર જીલ્લા પંચાયતનાં કોગી સદસ્યા ભાવનાબેન સુરેલાનાં પતિ ભરતભાઈ ગોવિંદભાઈ સુરેલા આજે બપોરે જામજોધપુર તાલુકાનાં પાટણ ગામ નજીકથી પોતાની મોટકાર લઈને પસાર થતા હતા.
આ સમયે અન્ય મોટરકારમા આવેલા છ શખ્સોઅ તેમની મોટરકારમા પત્થરમારો કર્યો હતો અને ભરતભાઈ ઉપર ધોકા, પાઈપ વડે હુમલો કર્યો હતો.આથી તેમને ઈજા પહોચતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલ લઈ જવાયા હતા.
બનાવની જાણ થતાં જ એ.એસ.પી. સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. એક તબકકે ફાયરીંગની અફવા પણ ઉઠવા પામી હતી. આ બનાવ અંગે ભરતભાઈ ગોવિંદભાઈ પરમારએ પોલીસમાં ફરીયાદ નોધાવી હતી. જેમાં આરોપી તરીકે માર્કેટયાર્ડના આગેવાન એવા દેવા ભીમા પરમાર અને તેના મળતીયાઓના નામો આપવામાં આવ્યાં છે. આથી પોલીસે તપાસ શરૂ કરી છે.